મુંબઈ, 15 મે: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) અને વિશ્વની ટોચની હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે ભારતના મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા શહેરી સ્થળોએ પાંચ હોટલ વિકસાવવા માટે એક સીમાચિહ્નરૂપ મેનેજ્ડ હોટેલ પોર્ટફોલિયો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે દેશનું વૈવિધ્યસભર અદાણી ઔદ્યોગિક જુથ હોટેલ ઉદ્યોગમાં પ્રવેશ્યું છે.

આ કરાર ભારત માટે IHGના વિકાસની યોજનાઓ સાથે સુસંગત, બહુવિધ બ્રાન્ડ્સ સાથે જુદા જુદા સ્થળોએ લગભગ ૧,૫00 રુમ ઉમેરશે. આ પોર્ટફોલિયોમાં જયપુરમાં કિમ્પ્ટન હોટેલ તેમજ અદાણી એરપોર્ટ શહેરોના ભાગ રૂપે આગામી હોસ્પિટાલિટી-આધારિત બહુવિધ ઉપયોગી હોટેલના વિકાસમાં હોલીડે ઇન અને હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલનો સમાવેશ થાય છે. આ હોટેલોનું નિર્માણ નવી મુંબઈ, મેંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમમાં કરવાનું આયોજન છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે,  અદાણી સમૂહ હોસ્પિટાલિટી અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાગત સુવિધાઓમાં તેની હાજરી વિસ્તારી રહી છે, તેની સાથો સાથ વિશ્વ-સ્તરીય સ્થળો બનાવવાનું અમારું વિઝન ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન ઇકોસિસ્ટમની આસપાસ મુસાફરી, રોકાણ અને શહેરી અનુભવોને એકીકૃત રીતે સંકલિત કરે છે. તેમણે કહ્યું હતું કે આ પ્લેટફોર્મ અમે અગ્રણી આંતરરાષ્ટ્રીય હોટેલ બ્રાન્ડ્સ સાથેના સહયોગમાં બનાવી રહ્યા છીએ જે વૈશ્વિક ધોરણો, કાર્યકારી શ્રેષ્ઠતા અને ચોક્કસ સ્કેલ લાવે છે. તેમણે IHG હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથેના  સહયોગ, અને મુખ્ય પ્રવેશદ્વાર એવા સ્થળોએ પાંચ હોટલનો વિકાસ  ભારતના લાંબા ગાળાના પ્રવાસન અને આર્થિક વિકાસ સાથે સુસંગત રહીને ઉચ્ચ-ગુણવત્તાવાળા આતિથ્ય સત્કારના માળખાને મજબૂત બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર બની રહેલી અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ તેના વિકસતા એરપોર્ટ નેટવર્કમાં વાર્ષિક લાખો મુસાફરોને સેવા આપવા સાથે કંપની ઉડ્ડયનને આતિથ્ય, છૂટક, વાણિજ્યિક અને સામાજિક માળખા સાથે જોડવા માટે એરપોર્ટને સંકલિત શહેરી ઇકોસિસ્ટમ તરીકે નવો ઓપ આપવા ફરીથી કલ્પના કરી રહી છે. દેશના મુખ્ય શહેરોમાં આશરે ૬૬૩ એકરમાં ફેલાયેલા તેના એરપોર્ટ શહેરી વિકાસ દ્વારા કંપની લાંબા ગાળાના આર્થિક અને શહેરી વિકાસને આગળ ધપાવતા સુરક્ષિત મુસાફરીના અનુભવોમાં વૃધ્ધિ કરવા માટે રચાયેલ બહુવિધ-ઉપયોગી સ્થળોનું નિર્માણ કરી રહી છે.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના દક્ષિણ પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે લક્ઝરી, પ્રીમિયમ અને આવશ્યક બ્રાન્ડ્સના મિશ્રિત આ પોર્ટફોલિયો અમોને ભારત દેશના ઉચ્ચ-વૃદ્ધિના બજારોમાં કંપનીની હાજરીને અર્થપૂર્ણ રીતે મજબૂત કરવાની મોકળાશ આપે છે. ભારતમાં કિમ્પ્ટન હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની શરુઆત સાથે તેમણે આ કરારને એક મહત્વનું સીમાચિહ્ન ગણાવ્યું હતું.

IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હાલમાં ભારતમાં છ બ્રાન્ડ્સમાં બાવન હોટલ ચલાવે છે અને આગામી ત્રણથી પાંચ વર્ષમાં વધારાની ૯૮ હોટલો ખોલવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, NIKKEI, USA, CHINA, MAXICO, CANADA, DUTY, DOWJONES, NASDAQ, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS,