અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

અમદાવાદ, 19 માર્ચઃ  અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) સંચાલિત શ્રીલંકાના કોલંબો બંદરે તેના કાર્યારંભના પ્રથમ વર્ષમાં દસ લાખ કન્ટેનર હેન્ડલ કરવા સાથે તેના વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને રેખાંકિત કરી છે. આમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના વૈશ્વિક વેપાર પ્રવાહમાં વધતા મહત્વ અને બ્લ્યુ ઇકોનોમીમાં તેની ઉભરતી ભૂમિકા બંનેને ઉજાગર કરી છે.

શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ના નિર્માણની એપ્રિલ 2025માં શરુઆત કર્યાના પ્રથમ વર્ષમાં એક મિલિયન TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો)ના આંકને વટાવ્યો છે. કોલંબો બંદર પર નોંધાયેલ આ સિદ્ધિ સૌથી ઝડપી રેમ્પ-અપ સાથે ટર્મિનલના ઉદ્ઘાટન વર્ષમાં આટલા વિરાટ મુકામે પહોંચવા માટે વૈશ્વિક સુવિધાઓના પસંદગીના જૂથમાં તેનું સ્થાન મજબૂત કરે છે.

ભારતના લગભગ 45 ટકા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરતા કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.વચ્ચેની ભાગીદારી છે, તાજેતરના વર્ષોમાં શ્રીલંકાના સૌથી ગણમાન્ય જૂથોમાંના એક જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી લગભગ $800 મિલિયનના રોકાણ સાથે શ્રીલંકામાં સૌથી મહત્વપૂર્ણ બંદરિય માળખું ઉપલબ્ધ કરાવે છે. aદુનિયાના મુખ્ય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટની નજીક આવેલું હોવાથી લાંબા સમયથી તે મુખ્ય લાઇનના જહાજો અને ફીડર નેટવર્ક્સ માટે પસંદગીનો મુકામ બની રહ્યું છે. તેની 1,400 મીટરની ખાડી અને લગભગ 20 મીટરની પાણીની ઊંડાઈ તેને એશિયા-યુરોપ વેપાર માર્ગ પર કાર્યરત સૌથી મોટા કેટલાક જહાજોને બર્થ કરવાની મોકળાશ આપે છે.

લગભગ 3.2 મિલિયન TEUs ની વાર્ષિક ક્ષમતા સાથે કોલંબોની હેન્ડલિંગ ક્ષમતાને નોંધપાત્ર રીતે વિસ્તારતા આ ટર્મિનલમાં ડિજિટલી સંકલિત પધ્ધતિઓ, અદ્યતન ક્રેન્સ અને ઇલેક્ટ્રિફાઇડ યાર્ડ સાધનો અહીં ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને કામગીરીની કાર્યક્ષમતા સુધારવાના હેતુથી વ્યાપક વૈશ્વિક વલણો સાથે સુસંગત રહીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. બંદરો ઉપર પર્યાવરણીય પ્રભાવનું સંચાલન કરવા સાથે ઉત્પાદકતા વધારવા માટે ઓટોમેશન અને ઊર્જા-કાર્યક્ષમ સિસ્ટમમાં રોકાણને પ્રાધાન્ય અપાયું છે.

ભારતમાં 15 અને વિદેશમાં ચાર બંદરોનો પોર્ટફોલિયો ધરાવતા અદાણી પોર્ટ્સ અને સેઝ માટે આ પ્રકલ્પ તેના આંતરરાષ્ટ્રીય ફલકને વિસ્તૃત કરવામાં એક નોંધપાત્ર પગલું છે, જે ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા દરિયાઇ માળખામાં તેના સ્થાન અને સ્થિતિને મજબૂત બનાવે છે. વધુમાં જોન કીલ્સ હોલ્ડિંગ્સ પીએલસી અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી સાથેની ભાગીદારી કામકાજની વૈશ્વિક કુશળતાને સ્થાનિક સંસ્થાકીય ગોઠવણી સાથે સાંકળે છે.