ADANI UNIVERSITY અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તારવા સમજૂતિ

અમદાવાદ, 19 માર્ચઃ  અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે એક માળખાગત માળખું સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં સંયુક્ત સંશોધન માટેની પહેલ, સહ-લિખિત પ્રકાશનો, શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઇન્ટર્નશિપની તકોનો સમાવેશ થાય છે. બંને સંસ્થાઓ સંશોધન માટે સહયોગી ભંડોળ, પરિસંવાદ અને પરિષદોનું સહિયારું-આયોજન અને કારોબારનું શિક્ષણ, સમર સ્કૂલ અને ડિજિટલ અભ્યાસક્રમો સહિતના ટૂંકા ગાળાના અભ્યાસ કાર્યક્રમો વિકસાવવાની બાબતો પણ આ સમજૂતિનો ભાગ છે.

પાંચ વર્ષના આ સમજૂતિ કરાર અન્વયે સંશોધન પ્રવૃત્તિને સુદ્રઢ બનાવવા અને વિવિધ શાખાઓમાં શૈક્ષણિક જોડાણને વિસ્તૃત કરવાની દિશામાં એક મહત્વના પગલા તરીકે અગ્રતા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને વ્યાપક સંસાધનો, વહેંચાયેલ કુશળતા અને આંતર-સંસ્થાકીય શિક્ષણની તકો સુધીની પહોંચ માટે અનુકૂળતા પૂરી પાડવાની તેની અપેક્ષા છે.

અદાણી યુનિવર્સિટીના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી મારફત સંશોધનોની તેની ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવાના કેન્દ્રિત પ્રયાસોને આ સહયોગ પ્રતિબિંબિત કરવા સાથે આ સમજૂતિ કરાર શૈક્ષણિક સંશોધનની સાથો સાથ ઉદ્યોગ-પ્રેરીત શિક્ષણને એકીકૃત કરવાના તેના ઉદ્દેશ્યને સમર્થન આપે છે. ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક વલણ સાથે સંરેખિત આ ભાગીદારી મારફત જ્યાં સંસ્થાઓ આંતરશાખાકીય સંશોધન અને વિતરીત શિક્ષણ મોડેલો દ્વારા જટિલ પડકારોનો સામનો કરવા માટે વધુને વધુ સહયોગ કરી રહી છે.