માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25126- 25032, રેઝિસ્ટન્સ 25274- 25328
NIFTY જો આગળ વધે તો, 25,250 એક મહત્વપૂર્ણ ઝોન બનવાની ધારણા છે. જો NIFTY આ ક્રોસ કરીને ટકાવી રાખે છે, તો આગામી સત્રોમાં 25,350–25,400 તરફ ઉપરની ચાલ શક્ય છે. જો કે, જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, જેમાં 25,100–25,000 પર સપોર્ટ રહેશે.
| Stocks to Watch: | FortisHealth, BhartiAirtel, PiramalEnter, Naukri, GodrejAgrovet, ChaletHotels, Infosys, DrReddys, TataConsumer, Cigniti, ForceMotors, NatcoPharma, IndusInd, BEML, Tilaknagar |
| Stocks in F&O ban: | Bandhan Bank, Indian Energy Exchange, RBL Bank |
અમદાવાદ, 24 જુલાઇઃ NIFTYએ 25219 પોઇન્ટની સપાટી ઉપર 0.63 ટકાના સુધારા સાથે બંધ આપ્યું છે. બુધવારના આ સુધારા સાથે આરએસઆઇ 48 નજીક સરક્યો છે. જે સંકેત આપે છે કે, માર્કેટમાં હજી માઇલ્ડ નેચરલ અને નેગેટિવ ટોનનું મિશ્રણ ચાલી રહ્યું છે. બજારમાં એક એવી હવા ઉભી થઇ છે કે, ભાજપ અને આરએસએસમાં ઉપરના લેવલે બહુ મોટા ફેરફારોની આશંકા વચ્ચે માર્કેટમાં સપ્ટેમ્બર સુધીમાં જંગી કરેક્શનની ભિતિ સેવાઇ રહી હોવાથી સામાન્ય રોકાણકાર વર્ગ સાવચેતી વર્તી રહ્યો છે. ત્યારે બીજી તરફ ટેકનિકલી જોઇએ તો માર્કેટ તેની 20 દિવસીય એસએમએથી નીચે ચાલી રહ્યું છે. તે જોતાં NIFTY માટે રેઝિસ્ટન્સ ઝોન 25320- 25400ના લેવલ્સ જોવા મળી શકે છે. તેની ઉપર માર્કેટ બંધ આપીને 3-4 દિવસ ટકી રહેતો માર્કેટમાં સુધારાની આગેકૂચનો આશાવાદ સર્જાઇ શકે તેમ ટેકનિકલ એનાલિસ્ટસ, રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અને બજાર પંડિતો જણાવી રહ્યા છે.

NIFTY અને બેંક NIFTY એક દિવસના નાના સુધારા પછી ફરી ઉછળ્યા અને ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજથી ઉપર ચઢી ગયા, જે મજબૂત ઇન્ડાઇસિસની ચાલ દ્વારા સમર્થિત છે. તેથી, જો NIFTY 25,250ની ઉપર નિર્ણાયક બંધ આપવામાં સફળ થાય છે, તો આગામી રેઝિસ્ટન્સ 25,350 પર મૂકવામાં આવે છે. આ લેવલથી ઉપર જવાથી 25,550નો દરવાજો ખુલી શકે છે. જોકે, જો NIFTY 25,250થી નીચે રહે છે, તો કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે,. દરમિયાન, બેંક NIFTY 56,800-56,700 સપોર્ટ ઝોનનું રક્ષણ કરે ત્યાં સુધી 57,500-57,600ની ટ્રેડિંગ રેન્ડ ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

23 જુલાઈના રોજ, NIFTY 159 પોઈન્ટ વધીને 25,220 પર બંધ થયો હતો, અને બેંક NIFTY 455 પોઈન્ટ વધીને 57,210 પર બંધ થયો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ નેગિટિવ રહેવા સાથે NSE પર સુધરેલા 1,313 શેરની સરખામણીમાં કુલ 1,336 શેરમાં કરેક્શન જોવા મળ્યું હતું.

INDIA VIX: 24 એપ્રિલ, 2024 પછીનું તેનું સૌથી નીચું બંધ લેવલ – 2.21 ટકા ઘટીને 10.52 પર પહોંચી ગયું. આ ટ્રેડર્સને વધુ વિશ્વાસ આપે છે પરંતુ તીવ્ર બ્રેકઆઉટ અથવા ભંગાણની શક્યતાનો સંકેત પણ આપે છે.
FUND FLOW ACTION: FIIsએ 23 જુલાઈના રોજ રૂ. 4,209 કરોડની ઇક્વિટી વેચી હતી તેની સામે DIIsએ રૂ. 4,358 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
