અમદાવાદ, 19મે : રિન્યૂએબલ એનર્જી અંગે જાગૃકતામાં વધારો કરવાના દેશવ્યાપી અભિયાનને આગળ ધપાવતા અવાદા ગ્રૂપની ફ્લેગશીપ પહેલ ‘અવાદા ભારત ઉદય યાત્રા’ અમદાવાદ પહોંચી હતી. 17.7થી વધુ GWp રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવતી કંપનીએ નાગરિકો, સમુદાયો અને સ્થાનિક હીતધારકોને સસ્ટેનેબલ એનર્જી અને પર્યાવરણ પ્રત્યે જાગૃક જીવનશૈલી અંગે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો છે.

નોઇડાથી 8 મે, 2026ના રોજ શરૂ કરાયેલી યાત્રાનો ઉદ્દેશ્ય દેશભરમાં રિન્યૂએબલ એનર્જી અપનાવવા અને ટકાઉ જીવનશૈલી અંગે પાયાના સ્તરે સમજણનો પ્રસાર કરવાનો તેમજ સ્વચ્છ અને વધુ ટકાઉ એનર્જી ફ્યુચર તરફ ભારતની આગેકૂચને સપોર્ટ કરવાનો છે. અવાદા ભારત ઉદય યાત્રાના ભાગરૂપે બે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલી વાન 35 દિવસમાં 9 રાજ્યોના 27 શહેરોની મુલાકાત લઇને શહેરોના નાગરિકોને સસ્ટેનેબિલિટીનો મેસેજ આપશે.

એક વિશેષ પ્રકારે ડિઝાઇન કરેલી વાનએ અત્યાર સુધીમાં 975 કિમીની મુસાફરી કરી છે અને તે રસપ્રદ ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ અને જાહેર જનતાને સાંકળતી પહેલો દ્વારા સમુદાયો સાથે સંપર્ક વિકસાવી રહી છે.

અમદાવાદમાં તેના રોકાણ દરમિયાન યાત્રામાં અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો હતો, જેમાં રિન્યૂએલ એનર્જીના ખ્યાલોને સરળ બનાવવા માટે નુક્કડ નાટક (શેરી નાટકો), ક્લિન એનર્જી વિશેની સામાન્ય ગેરમાન્યતાઓને સંબોધતા ઇન્ટરેક્ટિવ મિથ-બ્લેડિંગ સત્રો અને નાગરિકો માટે ડિજિટલ ગ્રીન પ્રતિજ્ઞા લેવાની તકોનો સમાવેશ થતો હતો, જે ટકાઉ પ્રથાઓ પ્રત્યે વ્યક્તિગત પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે.

આ પહેલ વિશે અવાદા ગ્રૂપના ચેરમેન વિનીત મિત્તલે જણાવ્યું હતું કે, “ભારતમાં ગ્રીન એનર્જીને અપનાવવાની ગતિ વધારવાનો સમય હવે આવી ગયો છે. ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક સ્તરે અશ્મિભૂત ઇંધણના પુરવઠામાં વિક્ષેપથી એનર્જી માર્કેટ્સ પ્રભાવિત થયું છે ત્યારે ભારતનું ક્લિન એનર્જી તરફ ટ્રાન્ઝિશન પર્યાવરણીય પ્રાથમિકતાની સાથે-સાથે એનર્જી સિક્યુરિટી અને આત્મ-નિર્ભરતા માટે વ્યૂહાત્મક કદમ છે. ભારત હાલ મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યું છે અને આગામી તબક્કાનું નેતૃત્વ નાગરિકોની સહભાગીતાથી થવું જોઇએ. અવાદા ભારત ઉદય યાત્રા દ્વારા અમે ક્લિન એનર્જીની ઉપલબ્ધતા વધારવા તેમજ દેશભરમાં આ જાગૃકતા કાર્યક્રમને આગળ ધપાવવા માગીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)