અમદાવાદ, 28 ઓગસ્ટઃ ઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડે શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 334ના અપર પ્રાઇઝ બેન્ડ્ (ઇક્વિટી શેર દીઠ રૂ. 332ના પ્રીમિયમ સહિત) પર કંપનીના સૂચિત આઈપીઓ પૂર્વે રૂ. 180.36 કરોડ એકત્રિત કર્યા છે અને 19 એન્કર ઇન્વેસ્ટર્સને 54,00,000 ઇક્વિટી શેર્સ ફાળવ્યા છે.  એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવેલા 54,00,000 ઇક્વિટી શેર્સની કુલ ફાળવણી પૈકી 35,13,500 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 65.06 ટકા) 15 સ્કીમ્સ થકી 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા છે. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)