અમદાવાદ, ઓગસ્ટ 28:  TVS મોટર કંપની (TVSM)એ આજે નવું ટીવીએસ જ્યુપિટર 110 લોન્ચ કર્યું છે. નવુ ટીવીએસ જ્યુપિટર 110 – વધુ સ્ટાઇલ, માઇલેજ, કામગીરી, આરામ, સગવડ, સલામતી અને ટેકનોલોજીધરાવતું હોવાનું લોન્ચ સમયે, ટીવીએસ મોટર કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – હેડ, કોમ્યુટર બિઝનેસ અને હેડ કોર્પોરેટ બ્રાન્ડ એન્ડ મીડિયા અનિરુદ્ધ હલ્દરે જણાવ્યું હતું.

ટીવીએસ જ્યુપિટર 110 એ 113.3 સીસી, સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક એન્જિન દ્વારા સંચાલિત છે જે 5.9 kW@6500 rpm અને 9.8 Nm @ 5,000 rpm (iGO આસિસ્ટ સાથે) અને 9.2 Nm @ 5000 rpm પૂરા પાડે છે.). અગ્રણી ટેક્નોલોજીના કારણે સ્કૂટરમાં તેના પુરોગામીની સરખામણીમાં 10 ટકા વધારે માઇલેજ આપે છે. ફ્રન્ટ ફ્યુઅલ ફિલ, લાંબી સીટ, વધુ લેગ સ્પેસ અને બોડી બેલેન્સ ટેકનોલોજી સાથે ડબલ હેલ્મેટ સ્ટોરેજ, મેટલ મેક્સ બોડી, ફોલો મી હેડલેમ્પ્સ, ટર્ન સિગ્નલ લેમ્પ રેસ્ટ, ઇમરજન્સી બ્રેક વોર્નિંગ, કોલ અને SMS સાથે સંપૂર્ણ ડિજિટલ બ્લૂટૂથ એનેબલ્ડ ક્લસ્ટર, વોઇસ આસિસ્ટ સાથે નેવિગેશન, ફાઇન્ડ માય વ્હિકલ અને અન્ય ઘણી સુવિધાઓ ધરાવે છે.

ટીવીએસ જ્યુપિટર વિશાળ ગ્લોવ બોક્સ, ફ્રન્ટ ફ્યુઅલ ફિલ, લાંબી સીટ, ઓલ-ઇન-વન લોક, યુએસબી મોબાઇલ ચાર્જર અને પેટન્ટેડ E-Z સેન્ટર સ્ટેન્ડ સહિતની સેગમેન્ટમાની પ્રથમ સુવિધાઓ ધરાવે છે. સ્કૂટરનો LED હેડલેમ્પ રાત્રી દરમિયાન સલામત સવારી માટે શ્રેષ્ઠ રોશની સુનિશ્ચિત કરે છે. આ વાહન બોડી બેલેન્સ ટેક્નોલોજી 2.0 સાથે આવે છે – જેમાં વજન આગળ, નીચલા અને વધુ વચલા ભાગમાં આવે  તે રીતે બન્યું છે. ઇંધણની ટાંકી 1,000 મીમીથી વધુ ખસેડવામાં આવે છે જે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર (CoG)ને આગળ અને નીચે લાવે છે, જે વાહનને શ્રેષ્ઠ સ્થિરતા આપે છે.

તે ડોન બ્લુ મેટ, ગેલેક્ટિક કોપર મેટ, ટાઇટેનિયમ ગ્રે મેટ, સ્ટારલાઇટ બ્લુ ગ્લોસ, લુનર વ્હાઇટ ગ્લોસ અને મીટીઅર રેડ ગ્લોસ કલર્સમાં ઉપલબ્ધ રહેશે. રૂ. 76,200/- (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતથી શરૂ થાય છે. TVSMની તમામ ડીલરશિપ પર સ્કૂટર ચાર વેરિઅન્ટ્સમાં – ડ્રમ, ડ્રમ એલોય, ડ્રમ SXC અને ડિસ્ક SXC ઉપલબ્ધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)