ખાતરમાં આત્મનિર્ભરતા માટે NIPU-2026ને કેબિનેટની મંજૂરીને  FAIએ આવકારી

નવી દિલ્હી, 17 જુલાઈ: ફર્ટિલાઇઝર એસોસિએશન ઑફ ઇન્ડિયા (FAI)એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026 – યુરિયા – 2026 માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ)ને મંજૂરી આપવાના યુનિયન કેબિનેટના નિર્ણયને આવકાર આપ્યો હતો અને આ નિર્ણયને યુરિયાના સ્થાનિક સ્તરે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. હાલ ભારતની માગ દર વર્ષે આશરે 5 ટકા વધે છે અને 40 મિલિયન મેટ્રિક ટન (MMT) થવાની ધારણા છે, તો સ્થાનિક ઉત્પાદન આશરે 30 MMT છે. દેશ વાર્ષિક સ્તરે યુરિયાની જરૂરિયાતના અંદાજે 26 ટકાની આયાત કરે છે. કેબિનેટે 8થી 9 નવા ગેસ-આધારિત પ્લાન્ટ સ્થાપિત કરવાની સૂચના આપી છે, જે સ્થાનિક ક્ષમતામાં 10 MMTનો વધારો કરશે. આ વધારો એ ગેપને દૂર કરવા જરૂરી માળખું પ્રદાન કરશે અને સંપૂર્ણ આત્મનિર્ભરતા માટે કામ કરશે.

NIPU-2026એ ઇક્વિટી પર વળતર (RoE) 12થી 16 ટકાની રેન્જમાં નક્કી થયું છે, જેમાં સબસિડી માટે ફિક્સ્ડ (સ્થિર) અને વેરિએબલ (વધઘટ થતા ખર્ચ) ખર્ચ વચ્ચેનો ફરક સામેલ છે તેમજ 4 વર્ષ પછી ફિક્સ્ડ ખર્ચને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીને ચલણની વધઘટથી રોકાણકારોને સલામતી આપવામાં વી છે. જૂની NIP-2012નું સ્થાન લેનાર આ સુધારો સ્પષ્ટ નિયમનકારક માર્ગદર્શન આપે છે. કેબિનેટનું અનુમાન છે કે, આ પરિવર્તનોથી દરેક પ્લાન્ટના કામગીરીના સંપૂર્ણ ગાળામાં પ્લાન્ટદીઠ ₹250 કરોડથી વધારેની બચત થશે, જેથી સરકારી, ખાનગી અને સહકારી ક્ષેત્રમાં નવી ક્ષમતાની આર્થિક વ્યવહારિકતા વધશે.

ફર્ટિલાઇઝર એસોસિએશન ઑફ ઇન્ડિયા (FAI)ના કો-ચેરમેન ડૉ. સિબા પ્રસાદ મોહન્તીએ કહ્યું હતું કે, “NIPU-2026 ભારતીય ફર્ટિલાઇઝર ક્ષેત્રના એક મોટા માળખાગત પડકાર એટલે કે વધતી માગ અને સ્થિર સ્થાનિક ક્ષમતા વચ્ચેના ગેપને દૂર કરે છે. આ પોલિસી રોકાણકારોને જરૂરી ભરોસો આપે છે અને યુરિયાના ઉત્પાદનમાં ભારતને સંપૂર્ણપણે આત્મનિર્ભ બનાવવાનો માર્ગ મોકળો કરે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)