સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી અને એગ્રી સેસમાં તાજેતરના વધારા અંગે GJEPC ચેરમેનનું મક્કમ વલણ
મુંબઈ, 14 મે 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) સોનાની આયાત ડ્યુટી 5% થી વધારીને 10% અને એગ્રી સેસ 1% થી વધારીને 5% કરવાના સરકારના નિર્ણયને સ્વીકાર્યો છે. એક ઉદ્યોગ તરીકે અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.તેમના આહવાનના પ્રતિભાવના ભાગરૂપે GJEPC દ્વારા અગ્રણી રિટેલર્સ અને ઉત્પાદકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. અમે વડાપ્રધાનને પત્ર લખીને સોનાની આયાત ઘટાડવા અને આત્મનિર્ભરતા વધારવા માટે અમારા સભ્યો દ્વારા લેવામાં આવનારા સક્રિય પગલાંની રૂપરેખા આપી છે:
- સોનાની આયાતમાં 20-30%નો ઘટાડો કરવા માટે ઓછી કેરેટની જ્વેલરી (જેમ કે 14 કેરેટ અને 9 કેરેટ)ના વેચાણને પ્રોત્સાહન આપવું.
- ગ્રાહકોને જૂના સોનાના બદલામાં નવી જ્વેલરી બનાવડાવવા માટે પ્રોત્સાહિત આપવું, જેથી આયાત પરની નિર્ભરતામાં વધુ ઘટાડો કરી શકાય.
- ભારતના 25000 ટનના જૂના એટલે કે વારસાગત ગોલ્ડ સ્ટોકનો ઉપયોગ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ(GMS)ને વધુ અસરકારક બનાવી તેનું નવિનીકરણ કરવું.
- ગોલ્ડ બાર, બિલેટ્સ અને સિક્કાઓમાં રોકાણને નિરુત્સાહિ કરવું, જેથી કુલ આયાતના 20-30% હિસ્સો ધરાવે છે.
- આર્થિક પડકારો વચ્ચે કિંમતી વિદેશી હૂંડિયામણ કમાવવા માટે સોનાના દાગીનાના નિકાસકારો માટે વિશેષ નીતિગત માળખું પૂરું પાડવું.
અમે સરકારના વિચારાર્થે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ(GMS)ને પુનઃશરૂ કરવા અંગેનો એક વિગતવાર અહેવાલ રજૂ કરી રહ્યા છીએ. તેમ છતાં GJEPCનું સતત એવું વલણ રહ્યું છે કે ઈમપોર્ટ ડ્યુટીમાં વધારો કરવાથી ભાગ્યે જ સોનાની આયાત ઘટે છે—તેનાથી ફક્ત ભાવમાં વધારો થાય છે. તાજેતરમાં સોનાના ભાવ બમણા થયા હોવા છતાં આયાતમાં તે પ્રમાણમાં ઘટાડો થયો નથી.આ પ્રકારના પગલાં ઘણીવાર દાણચોરીને પ્રોત્સાહન આપે છે અને નિકાસ ખર્ચમાં વધારો કરે છે.નિકાસકારોએ હવે નોમિનેટેડ એજન્સીઓ પાસેથી ડ્યુટી-ફ્રી ગોલ્ડ લેવા માટે પ્રતિ કિલો રૂપિયા 28-30 લાખની બેંક ગેરંટી આપવી પડે છે જેનાથી કાર્યકારી મૂડી અટવાઈ જાય છે અને નિકાસ અવરોધાય છે.
આ નીતિની સૌથી ગંભીર અસર MSME ઉત્પાદકો પર પડશે,જેઓ આપણા ઉદ્યોગનું “કરોડરજ્જુ” છે અને GJEPC ના સભ્યપદમાં 80% હિસ્સો ધરાવે છે, જે હાલમાં નાણાકીય તરલતાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. GJEPC સરકારને વિનંતી કરે છે કે એવા ટકાઉ ઉકેલો માટે સંવાદ કરવામાં આવે જે નાણાકીય લક્ષ્યાંકો અને નિકાસ વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવી શકે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
