કુમાર મંગલમ બિરલા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વોડાફોન આઈડિયામાં પુનઃનિયુક્ત

અમદાવાદ, 14 મેઃ વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi)ના બોર્ડે કુમાર મંગલમ બિરલાની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે, જે કંપનીના નેતૃત્વમાં તેમનું પુનરાગમન દર્શાવે છે. બિરલાની નિમણૂક 5 મે, 2026થી અમલમાં આવી છે. તેમણે રવિંદર ટક્કર પાસેથી ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો છે. હવે રવિંદર ટક્કર નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા નિભાવશે. કંપની દ્વારા તાજેતરમાં જારી કરાયેલ સ્ટોક એક્સચેન્જ સૂચના અનુસાર, વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે આ ફેરફારને મંજૂરી આપી છે.
આ ગતિવિધિને રોકાણકારો અને ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે અત્યંત સકારાત્મક માનવામાં આવી રહી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે Vi ડેટ ફંડિંગ હેઠળ રૂ. 25,000 કરોડ એકત્રિત કરવા માટેની વાટાઘાટો આગળ ધપાવી રહી છે. કંપની આગામી ત્રણ વર્ષ દરમિયાન લગભગ રૂ. 45,000 કરોડના આયોજનબદ્ધ રોકાણ સાથે ઝડપી નેટવર્ક વિસ્તરણ ચક્ર માટે પણ તૈયારી કરી રહી છે, જેથી આવકમાં ડબલ ડિજિટનો વૃદ્ધિ દર હાંસલ કરી શકાય અને એબિટાને ત્રણ ગણી કરી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
