HDFC બેંકનો ચોખ્ખો નફો 5% વધી રૂ. 19,060 કરોડ થયો

અમદાવાદ, 18 જુલાઇઃ HDFC બેંક લિમિટેડે એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1 FY27) માટે રૂ. 19,059.72 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે એક વર્ષ અગાઉ કરતા 4.98 ટકા વધુ છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીને રૂ. 33,535.95 કરોડ થઈ છે. ત્રિમાસિક ગાળા માટે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) કુલ સંપત્તિ પર 3.26 ટકા અને વ્યાજ-કમાણી સંપત્તિ પર આધારિત 3.40 ટકા રહ્યો છે.

દેશના સૌથી મોટા ખાનગી ધિરાણકર્તાએ વાર્ષિક ધોરણે સરેરાશ થાપણોમાં 10.8 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે 30386 અબજ રૂપિયા થઇ છે, જ્યારે ધિરાણ 13.3 ટકા વધીને 30115 અબજ રૂપિયા થયું છે.

સંપત્તિ ગુણવત્તાના મોરચે, GNPA) કુલ ધિરાણના 1.17 ટકા હતી, જે 31 માર્ચ, 2026 ના રોજ 1.15 ટકા અને એક વર્ષ અગાઉ 1.40 ટકા હતી. 30 જૂન, 2026ના રોજ NNPA ચોખ્ખા ધિરાણના 0.41 ટકા હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)