ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ
અમદાવાદ, 21 MAY: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી યુવા જીવન વીમા કંપનીઓમાંની એક, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા નાણાકીય વર્ષ 2025ની સમાપ્તિ રૂ. 102.3 કરોડના ચોખ્ખા નફા સાથે કરી છે.

ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, ઋષભ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી વાર્ષિક વૃદ્ધિની નોંધણી 4% લેખે નોંધાઈ છે, તેની સામે Q4માં અમારી વાર્ષિક વૃદ્ધિની નોંધણી સંપૂર્ણ ઉદ્યોગમાં અગ્રણી એવા 78% લેખે નોંધાઇ છે.” કંપની દ્વારા રિટેલ ન્યૂ બિઝનેસ માટે ₹1,427 કરોડનો APE નોંધાવવામાં આવ્યો છે. છેલ્લા સતત નવ મહિના માટે ઇન્ડિયાફર્સ્ટ લાઇફ દ્વારા માસિક રિટેલ APEમાં સતત ₹100 કરોડનો આંકડો પાર કરવામાં આવ્યો છે. અમે ખાનગી જીવન વીમા કંપનીઓના ઉદ્યોગ જગતમાં આ વર્ષે 12મો ક્રમ મેળવ્યો છે. કંપનીના ઇન્શ્યોરન્સનું વેચાણ કરતી બેંક સિવાયની અન્ય ચૅનલ દ્વારા રિટેલ ન્યૂ બિઝનેસ APEમાં 126%ની શાનદાર વૃદ્ધિ જોવા મળી છે, જે તેની વૈવિધ્યકરણ વ્યૂહરચનાની સફળતા બિરદાવે છે. તેના પ્રથમ વર્ષમાં જ, 32 શાખાઓ અને 3,800થી વધુ નવા સલાહકારો ધરાવતી અમારી એજન્સી ચૅનલે ₹106 કરોડનો ન્યૂ બિઝનેસ APE જનરેટ કર્યો છે.
વિવિધ ચૅનલમાં જોવા મળતી સશક્ત વૃદ્ધિ સાથે, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ નાણાકીય વર્ષ 2026માં આ ચક્રશીલતા પર વૃદ્ધિની યાત્રાને બહેતર વિકાસ સાધવા તત્પર છે. કંપની નાવીન્યતા, ગ્રાહક-કેન્દ્રિત નિરાકરણો અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા ધરાવે છે.
31મી માર્ચ 2025 સુધીના પર્ફોર્મન્સની હાઇલાઇટ:
| કુલ પ્રીમિયમ કલેક્શન: INR 7,218 કરોડ | રિટેલ ન્યૂ બિઝનેસ APE: INR 1427 કરોડ |
| નફો: INR 102.3 કરોડ | સતત 2 વર્ષ માટે INR 100+ કરોડથી પણ વધુનો નફો |
| દાવાની પતાવટનો ગુણોત્તર: 98.4% | INR 801 કરોડથી પણ વધુના દાવાની ચુકવણી |
| અસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM): INR 30,968 કરોડ | સતત સાતમા વર્ષ માટે ગ્રેટ પ્લેસ ટૂ વર્ક તરીકે પ્રમાણિત |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
