નવી દિલ્હી, 21 મેઃ સ્ટેઇનલેસ સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગ કંપની બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 36 ટકા વધીને રૂ. 33.1 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીની આવકો વાર્ષિક ધોરણે 33 ટકા વધી રૂ. 9,40.2 કરોડ થઈ છે જ્યારે એબિટા વાર્ષિક ધોરણે 59 ટકા વધીને રૂ. 74.7 કરોડ થઈ છે.

31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા સમગ્ર વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95 ટકા વધીને રૂ. 1,46.4 કરોડ રહ્યો હતો. આ સમયગાળા માટેની આવકો વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 35,07.2 કરોડ રહી હતી જ્યારે એબિટા 86 ટકા વધીને રૂ. 2,78.2 કરોડ રહી હતી.

કંપનીએ 1.8 લાખ ટન ઇન્ડક્શન આધારિત સ્ટીલ પ્લાન્ટ અને 60,000 ટન લૉ-કાર્બન અને સ્ટેઇનલેસ સ્ટીલ વાયર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે ગુજરાતના સાણંદમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં રૂ. 6,000 મિલિયન મૂડી ખર્ચની જાહેરાત કરી છે. રૂ. 800-900 મિલિયનમાં ટાટા નગર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નજીક 42 એકર જમીન હસ્તગત કરવા સાથે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂરો થવાની ધારણા છે. આ પહેલ વાયર મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે સ્ટીલ પ્રોડક્શન માટે સ્ટીલ સ્ક્રેપ આયાત કરીને બેકવર્ડ ઇન્ટિગ્રેશનને ટેકો આપશે.

Consolidated Q4 & FY25 Financial Highlights (₹ in Mn)

ParticularsQ4 FY25Q4 FY24% YoYFY25FY24% YoY
Revenue9,401.97,086.232.7 %35,071.724,660.342.2 %
EBITDA*747.3470.059.0 %2,782.11492.686.4 %
EBITDA Margin (%)7.9 %6.6 %130 bps7.9 %6.0 %190 bps
PAT331.2244.135.7 %1,463.6752.494.5 %
PAT Margin (%)3.5 %3.4 %10 bps4.2 %3.1 %110 bps
*EBITDA Includes Other Income

કંપનીની કામગીરી અંગે બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝના એમડી અને સીઈઓ પ્રણવ બંસલે જણાવ્યું હતું કે કંપની 560kt ની સંયુક્ત સ્થાપિત ક્ષમતા સાથે પાંચ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ દ્વારા કામ કરે છે. અમારા દાદરી પ્લાન્ટમાં તાજેતરમાં કાર્યરત થયેલ 300kt વિસ્તરણ તેના રેમ્પ-અપ ફેઝમાં સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને નાણાંકીય વર્ષ 2026ના પહેલા ભાગમાં વધારાનું 120kt ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)