JSW સિમેન્ટે શિવ સિમેન્ટના મર્જર માટેની સ્કીમ ઓફ એરેન્જમેન્ટ જાહેર કરી

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2026: JSW સિમેન્ટ લિમિટેડ (“JSW Cement”) અને તેની શેરબજારમાં લિસ્ટેડ પેટાકંપની શિવ સિમેન્ટ લિમિટેડ (“Shiva Cement”) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્કીમ ઓફ એરેન્જમેન્ટને મંજૂરી આપી છે. આ યોજનામાં અન્ય બાબતોની સાથે શિવ સિમેન્ટનું JSW સિમેન્ટમાં વિલીનીકરણ કરવાનો સમાવેશ થાય છે (“Scheme”). આ યોજનાથી બંને કંપનીઓનું એકીકરણ થઈને એક યુનિફાઇડ સિમેન્ટ પ્લેટફોર્મ ઊભું થશે, જેના દ્વારા કામગીરી, નાણાંકીય વ્યવસ્થા અને મેનેજમેન્ટના ક્ષેત્રે રહેલી પરસ્પર સુસંગતતાઓનો લાભ મેળવી શકાશે.

પ્રસ્તાવિત વિલીનીકરણ પાછળના મુખ્ય વ્યૂહાત્મક કારણો:

વ્યાપારિક સુસંગતતા: નાણાંકીય, મેનેજમેન્ટ, ટેકનિકલ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ તથા અન્ય સંસાધનોને એકત્રિત કરીને કામગીરીની કાર્યક્ષમતા વધારવામાં આવશે.કાચા માલની ખરીદીનું ઑપ્ટિમાઇઝેશન: શિવ સિમેન્ટની ક્લિન્કર ઉત્પાદન સુવિધા દ્વારા બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. તેનાથી બહારથી કાચો માલ ખરીદવા પરની નિર્ભરતા ઘટશે અને સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો થશે.
નાણાંકીય સુસંગતતા: ભંડોળ ઊભું કરવાની વધુ સુગમતા મળશે, નાણાંકીય ખર્ચમાં ઘટાડો થશે અને બંને કંપનીઓ વચ્ચેની ઇન્ટર-કંપની ગેરંટીની જરૂરિયાત દૂર થશે.શેરહોલ્ડરો માટે મૂલ્યમાં વધારો: કામગીરીમાં વધુ સુસંગતતા અને કાર્યક્ષમતામાં સુધારા દ્વારા ભવિષ્યમાં કંપનીના વિસ્તરણની ક્ષમતા વધશે. આ ઉપરાંત, શિવ સિમેન્ટના જાહેર શેરહોલ્ડરોને કંપનીમાં સીધી ભાગીદારી મળશે.

સરળ માળખું: વહીવટી કામગીરીમાં વારંવાર થતી પ્રક્રિયાઓ, નિયમોના પાલનની જરૂરિયાતો અને એકીકરણ માટેના પ્રયાસોમાં ઘટાડો થશે.

આ યોજના હેઠળ બંને કંપનીઓનાં ફાઇનાન્શ્યિલ સ્ટેટમેન્ટ્સનું માળખું પણ વધુ યોગ્ય અને સુવ્યવસ્થિત બનશે. JSW સિમેન્ટ, શિવ સિમેન્ટના શેરહોલ્ડરોને (JSW સિમેન્ટ સિવાયના શેરહોલ્ડરોને) શિવ સિમેન્ટના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દર 41 ઇક્વિટી શેર સામે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા JSW સિમેન્ટના 5 ઇક્વિટી શેર જારી કરશે. JSW સિમેન્ટના સીઈઓ નિલેશ નારવેકરે જણાવ્યું હતું કે, “પ્રસ્તાવિત વિલીનીકરણ વધુ સંકલિત અને કાર્યક્ષમ બિઝનેસ ઊભો કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે.

સોદા માટેના સ્વતંત્ર સલાહકારો:

  • જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડે એક્સક્લુઝિવ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે કામગીરી કરી હતી.
  • પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપની એલએલપીએ કર અને નિયમનકારી બાબતો અંગે સલાહકાર તરીકે રહી હતી.
  • પીડબલ્યુસી બિઝનેસ કન્સલ્ટીંગ સર્વિસીસ એલએલપી અને બીડીઓ વેલ્યુએશન એડવાઇઝરી એલએલપીએ સ્વતંત્ર નોંધાયેલા વેલ્યુઅર તરીકે કામગીરી કરી હતી અને JSW સિમેન્ટ તથા શિવ સિમેન્ટના બોર્ડને શેર વિનિમય ગુણોત્તર અંગેનો અહેવાલ તૈયાર કર્યો હતો.
  • એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડે અનુક્રમે JSW સિમેન્ટ અને શિવ સિમેન્ટના બોર્ડને શેર એક્સચેન્જ રેશિયો અંગે ફેરનેસ ઓપિનિયન આપ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)