અમદાવાદ, 14 ડિસેમ્બરઃ યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો મોકૂફ રાખવા સાથે ઇકોનોમિમાં સુધારાના સંકેત આપ્યા છે. તેના કારણે વર્લ્ડ માર્કેટમાં સારા સંકેતો જઇ રહ્યા છે. ઇન્ડિયન ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટ પણ સદ્ધર હોવા સાથે 2024 સુધી આ ત્રણેય પરીબળો વધુ મજબૂત બનવાના સંકેતો મોટાભાગની ઇન્ટરનેશનલ ફંડ હાઉસ આપી રહી છે. સાથે સાથે વિદેશી નાણાકીય સંસ્થાઓ ફરી લાર્જકેપ સ્ટોક્સમાં ખરીદી સાથે રિ-એન્ટ્રી કરી રહી છે. તે જોતાં માર્કેટની તેજીને વધુ વેગ મળે તેવો આશાવાદ જણાય છે.

બુધવારે નિફ્ટીએ 20800 પોઇન્ટનું સપોર્ટ લેવલ જાળવી રાખવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર હાયર એન્ડ રેન્જ નજીક લોંગ લેગ્ડ દોજી કેન્ડલની રચના કરી છે. તે જોતાં માર્કેટમાં આ લેવલથી હવે કોઇપણ એકબાજુ બ્રેકઆઉટની શક્યતા જણાય છે. જેમાં નિફ્ટી એક સપ્તાહ દરમિયાન 250 પોઇન્ટની +/- પોઝિશન કરી શકે તેવી શક્યતા છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ઇરેડા, ટાન્લા, ટાટા પાવર, પીએફસી, અદાણી પોર્ટ્સ, ટાટા ટેક. હુડકો, એસબીઆઇ, એમએન્ડએમ, ડાબર.

બેન્ક નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર રેન્જ 46200- 46500ની વચ્ચે મજબૂત સપોર્ટ સાથે લોઅર ટોપની રચના કરી છે. વીકલી એક્સપાયરીના કારણે સેકન્ડ હાફમ4 સુધારો નોંધાવ્યો છે. રેઝિસ્ટન્સ લેવલ 47500 આસપાસ જણાય છે. તેવું રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનિકલ અહેવાલ જણાવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)