અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 21835 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ માઇનોર કરેક્શન એક્શન છેલ્લા એક કલાકમાં નોંધાવવા સાથે દિવસના અંતે ફ્લેટ ટૂ પોઝિટિવ બંધ રહ્યો હતો. ઉપરમાં 22000 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ, સાયકોલોજિકલ બેરિયર તેમજ રાઉન્ડ નંબર હોવાથી માર્કેટમાં સાવચેતી અને પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. આરએસઆઇ પણ તેની એવરેજની નીચે રમી રહ્યો છે. ઓવરબોટ કન્ડિશન હોવા છતાં માર્કેટ નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ અને માર્કેટ માસ ઇચ્છે છે કે, સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000 પોઇન્ટ તો ક્રોસ થવા જ જોઇએ. તે જોતાં માર્કેટમાં સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે. નિફ્ટી માટે સપોર્ટ 21670-21599, રેઝિસ્ટન્સ 21824- 21906ની સપાટીઓ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ આજે રિલાયન્સે 2620નું બેરિયર તોડવું અત્યંત જરૂરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આજે 2620 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તૂટવી અત્યંત જરૂરી હોવાનું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે. એક વાર આ લેવલ તૂટે તો શોર્ટ રનમાં 2720, મિડિયમ ટર્મમાં 2970 અને લોંગ રનમાં 3200 સુધી જઇ શકે તેવું મોટાભાગના માર્કેટ નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ આગાહી કરી ચૂક્યા છે. અન્ય કાઉન્ટર્સમાં આઇજીએલ, મેરિકો, જિયો ફાઇનાન્સ, એસજેવીએન, ઇરેડા, રેલટેલ ઉપર વોચ રાખવી

બેન્ક નિફ્ટીઃ ડેઇલી ચાર્ટ ઉપર 3 લોઅર ટોપ્સ બનાવ્યા છે અને હાયર ટોપ ઓફ રેન્જથી પુલબેક દર્શાવે છે. 47800 પોઇન્ટને ટ્રેન્ડ રિવર્સલ લેવલ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. 47200 એ શાર્પ સેલઓફ્ફની નિશાની સમજવી.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)