ઇન્ટેલિયસ રીકોડે IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 31 માર્ચઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડ એન્ટરપ્રાઇઝ બિઝનેસને તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રામાં સક્ષમ બનાવે છે (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ). કંપની વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં આવેલી મોટી વૈશ્વિક કંપનીઓને ટેકનોલોજી કન્સલ્ટીંગ તેમજ ઓટોનોમસ, કન્ટેક્સ્ટ-અવેર અને એડેપ્ટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (“Agentic AI”) આધારિત પ્રોડક્ટ્સ દ્વારા સહાય કરે છે.
રીકોડ સોલ્યુશન્સ ઇન્કોર્પોરેશન, પ્રસન્ના શ્રીનિવાસન રામસ્વામી અને સિવથાનુપિલ્લાઈ અધિકેસવન નાદરાજપિલ્લાઈ કંપનીના પ્રમોટર્સ છે. આ ઓફરમાં રૂ. 1,170 મિલિયન (રૂ. 117 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 12,90,000 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે. કંપની આઈપીઓ દ્વારા મળનારી કુલ રકમનો ઉપયોગ ડિજિટલ વર્કર્સના વિકાસ માટેના ખર્ચ, કંપની માટે ડિજિટલ વર્કર્સના વિકાસ માટે સબ-કોન્ટ્રેક્ટિંગ ફી ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
કંપનીનો વ્યવસાય બે મુખ્ય વર્ટિકલ હેઠળ ગોઠવાયેલો છે: ટેકનોલોજી કન્સલ્ટીંગ અને એન્ટરપ્રાઇઝ પ્રોસેસ ટ્રાન્સફોર્મેશન માટે એજેન્ટિક એઆઈ આધારિત ડિજિટલ વર્કર્સ (“Digital Workers”), જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સક્ષમ બનાવવા માટે કમ્પ્યુટર વિઝન આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (“AI”) પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
ટેકનોલોજી કન્સલ્ટીંગ વર્ટિકલમાં ડેટા અને એનાલિટિક્સ, એન્ટરપ્રાઇઝ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન, ઇન્ટિગ્રેશન, ડેવલપમેન્ટ અને ઓપરેશન સેવાઓ, ક્વોલિટી એશ્યોરન્સ તથા ડિજિટલ કોમર્સ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. આ સેવાઓ કસ્ટમ પ્રોગ્રામિંગ અને પસંદગીના થર્ડ-પાર્ટી એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મના સંયોજન દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
તે જ રીતે, ડિજિટલ વર્કર્સ કંપનીના પ્રોપ્રાયટરી સોફ્ટવેર પ્રોડક્ટ્સ છે, જે એઆઈ આધારિત વર્ચ્યુઅલ કર્મચારીઓ તરીકે કાર્ય કરે છે અને સંસ્થા અંદર નિર્ધારિત બિઝનેસ ભૂમિકાઓ અને પ્રક્રિયાઓ અમલમાં મૂકવા માટે રચાયેલા છે. દરેક ડિજિટલ વર્કર એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ, ડેટા સિસ્ટમ્સ અને વર્કફ્લોઝ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીને ફ્રન્ટ-ઓફિસ, મીડ-ઓફિસ અને બેક-ઓફિસ કાર્યોમાં માનવ નિર્ણય અને કાર્ય પ્રક્રિયાને અનુરૂપ રીતે અનુસરવા માટે ગોઠવવામાં આવે છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થનારા ઇક્વિટી શેરોને સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરવાની યોજના છે, જેમાં બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with BSE, the ” Stock Exchanges”) નો સમાવેશ થાય છે.
ઇંગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
