અમદાવાદ, 5 માર્ચઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇની નીચે બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કોન્સોલિડેશનનું રહ્યું છે. જ્યારે માર્કેટ ટોન નવી ઊંચી સપાટી માટેનો રહ્યો છે. માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટમાં એવી ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે, માર્કેટ ચૂંટણી પરીણામો સુધી તેજીની ધૂમ મચાવશે. પછી પ્રોફીટ બુકિંગ જોવા મળશે. સમયની રાહ જુઓ. ટેકનિકલી નિફ્ટી માટે 225550 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. ઉપરમાં 22800 ક્રોસ થયા બાદ 23000નો ટાર્ગેટ વિચારી શકાય. આરએસઆઇ તેની એવરેજ લાઇનથી ઉપર છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપી રહ્યા છે. માટે સ્ટોપલોસ કે સાથ ચલો. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 22362- 22319, રેઝિસ્ટન્સ 22445- 22484 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી

સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ટીસીએસ, બીઓબી, ડિવિઝ લેબ્સ, જીઆરસીઇ, બીઇએલ, એયુ બેન્ક, બ્રીજ, એચસીએલ ટેકનો.

સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, ઓઇલ- એનર્જી, પાવર, મેટલ, પીએસયુ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47255- 47055, રેઝિસ્ટન્સ 47593- 47730

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)