અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ નિફ્ટી વારંવાર 21700ની સપાટીએથી પાછો ફરી રહ્યો છે. ટેકનિકલી અને સેન્ટિમેન્ટલી સળંગ 3 દિવસ 21700 પોઇન્ટ ઉપર બંધ રહે તો નિફ્ટી ઝડપથી 21801- 21904ની આગળની રેઝિસ્ટન્સ પાસે પહોંચી શકે તેમ જણાય છે. નિફ્ટી માટેની બીજી અડચણ 21850 પણ એટલી જ મહત્વની છે. જેના કારણે ટેકનિકલી ચાર્ટ પર ઇન્સાઇડ રેન્જ ફ્લેટ ટૂ નેગેટિવ બની રહી છે. ઉપરમાં એકવાર 21850 ક્રોસ થયા બાદ તેજીની આગેકૂચ જારી રહી શકે તેમ છે. નીચામાં 21400ની સપાટી મહત્વની સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ આઇટીસી, વીપ્રો, ઇન્ડસઇન્ડબેન્ક, અદાણી ગ્રીન, પેટીએમ, ઇરેડા, આઇએફસીઆઇ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, સિપલા, ઇપકા લેબ્સ, આરવીએનએલ, સિરકા પેઇન્ટ, બીજીસી, યસ બેન્ક

સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, ફાઇનાન્સિયલ્સ, એવિએશન, કેપિટલ ગુડ્સ, ઓટો એન્સિલરીઝ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45802- 45416 રેઝિસ્ટન્સ 46441- 46693

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)