મારુતિ સુઝુકી Q1 FY25 ચોખ્ખો નફો 47% વધીને રૂ. 3,650 કરોડ
મુંબઇ, 31 ઓગસ્ટઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 2,485 થી રૂ. 3,650 કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતાં વધીને જોવા મળ્યો છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની એપ્રિલ-જૂન આવક 10 ટકા વધીને રૂ. 35,531 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 32,327 કરોડ હતી.
વિવિધ બ્રોકરેજ હાઉસનાઅંદાજો અનુસાર મારુતિ સુઝુકીનો નાણાકીય પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 3,235 કરોડ અને આવક રૂ. 34,566 કરોડનો અંદાજ હતો. પરીણામના પગલે NSE પર શેર 3.67 ટકા વધીને રૂ. 13,346.05 પર પહોંચ્યો હતો, જે પરિણામોની જાહેરાત પછી ઉછળ્યો હતો.
મારુતિ સુઝુકીએ ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 895 કરોડનો ઇન્વેન્ટરી ગેઇન જોયો હતો, જે એક વર્ષ અગાઉ રૂ. 100 કરોડ હતો તેવું કંપનીના નાણાકીય પરિણામો દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)