પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા
અમદાવાદ, 15 મેઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ રૂપિયા 3.14 પ્રતિલીટર મોંઘું થઈને ₹97.77 સુધી પહોંચી ગયું છે. જ્યારે ડીઝલમાં રૂપિયા 3.11 પ્રતિલીટર વધીને ₹90.67 થઈ ગયું છે.

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલનો નવો ભાવ
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા પ્રતિ લીટર હતો. જે હવે 97.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ 89.95 રૂપિયા પ્રતિલીટરથી વધીને 93.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં આશરે 4 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ઓઇલની કિંમતમાં વધારો થવાના સંકેત આપ્યા હતા. તેના નિવેદન પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, પેટ્રોલ ડીઝલની કિંમતમાં જલદી વધારો નોંધાઈ શકે છે.
સરકારી તેલ કંપનીઓ તરફથી શક્રવાર સવારે જાહેર તેલની કિંમતોમાં દેશભરમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવી કિંમતો શુક્રવારે રાતથી લાગૂ થઈ ચૂકી છે. પેટ્રોલિયમ કંપનીઓએ પહેલા જ મોંઘા ક્રૂડાના કારણે આશરે 1000 કરોડ રૂપિયાનું નુકસાનનો દાવો કર્યો હતો. પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું હતુ કે જો તેલના રિટેલ ભાવ નહીં વધારવામાં આવે તો કંપનીઓનું નુકસાન એક ક્વાર્ટરમાં જ 1 લાખ કરોડ રૂપિયાથી વધુએ પહોંચી જશે. જોકે, પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં જે વધારો થયો છે તે નુકસાનની તુલનાએ ઓછો જ છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર, 15 મે 2026 થી અમલમાં આવી ગઈ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
