પુણે, 11 એપ્રિલ: લક્ઝરી કાર નિર્માતા મર્સિડીઝ-બેન્ઝે આજે એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન કુલ 19,363 નવી કારોના રિટેલ વેચાણ સાથે અત્યાર સુધીનું સર્વોત્તમ વાર્ષિક વેચાણ નોંધાવ્યું છે (નાણાંકીય વર્ષ 2024-25માં 18,928 યુનિટ્સથી વધુ). જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન કંપનીએ 5,131 નવી કારોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ (નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં 4,775 યુનિટ્સ)ની સરખામણીએ 7 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટ માટે મજબૂત માંગ: મર્સિડીઝ-બેન્ઝના ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટમાં S-Class, Mercedes-Maybach, EQS SUV અને AMG રેન્જ જેવા અત્યંત આકર્ષક તથા ઇન્ડસ્ટ્રી બેન્ચમાર્ક મોડલ્સનો સમાવેશ થાય છે. વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા  દરમિયાન આ સેગમેન્ટમાં 25 ટકા જેટલી મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે સમગ્ર નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન 16 ટકા વૃદ્ધિ જોવા મળી હતી, જે S-Class, Mercedes-Maybach શ્રેણી, EQS SUV અને AMG G 63 જેવા પ્રતિષ્ઠિત મોડલ્સ માટેની સતત માંગ સમર્થિત હતી.

વર્ષ 2025-26 દરમિયાન ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ દ્વારા વેચાયેલી તમામ લક્ઝરી કારોમાંથી 27 ટકા કારો ‘ટોપ-એન્ડ લક્ઝરી’ સેગમેન્ટની હતી. હાલમાં આ સેગમેન્ટની કારો માટે વેઇટિંગ પિરિયડ 4 મહિનાથી શરૂ થઈને AMG G 63 જેવા લોકપ્રિય મોડલ્સ માટે 12 મહિના સુધી પહોંચ્યો છે.

મહત્વપૂર્ણ ‘કોર’ સેગમેન્ટને સતત માંગનો આધાર: મર્સિડીઝ-બેન્ઝના ‘કોર’ સેગમેન્ટે નાણાંકીય વર્ષ 2025-26 તેમજ નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના કુલ વેચાણમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ સેગમેન્ટમાં C-Class, E-Class LWB સેડાન તેમજ GLC અને GLE SUV મોડલ્સનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2025-26 તેમજ નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન E-Class LWB (જે dynamic E 450 વેરિઅન્ટ સાથે પણ ઉપલબ્ધ છે) માટેની સફળતા યથાવત રહી છે. Long Wheelbase E-Class આજે પણ ભારતની સૌથી વધુ વેચાતી લક્ઝરી કાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત રાખી છે.

એન્ટ્રી લક્ઝરી સેગમેન્ટ: મર્સિડીઝ-બેન્ઝના એન્ટ્રી લક્ઝરી મોડલ્સ મજબૂત પ્રોડક્ટ કન્ટેન્ટ અને ઉત્તમ મૂલ્ય પ્રસ્તાવના માટે જાણીતા છે. નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન, બજારમાં ઓછી કિંમતની અને પ્રોત્સાહનો આધારિત પ્રોડક્ટ્સના વધતા પ્રભાવને કારણે આ સેગમેન્ટમાં 18 ટકા ઘટાડો નોંધાયો હતો.

મર્સિડીઝ-બેન્ઝના ટોપ-એન્ડ BEVsમાં સતત વૃદ્ધિ: નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન મર્સિડીઝ-બેન્ઝના ટોપ-એન્ડ કુલ રિટેલ વેચાણમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEV)નો હિસ્સો હવે 20 ટકા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને રૂ. 1.4 કરોડથી વધુ કિંમત ધરાવતા ટોપ-એન્ડ લક્ઝરી BEVsમાં 85 ટકા જેટલી નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે, જે EQS SUV, EQS Maybach SUV અને Electric G-Class SUV માટેની મજબૂત માંગને આભારી છે. મર્સિડીઝ-બેન્ઝ 24 એપ્રિલ 2026ના રોજ બહુ અપેક્ષિત CLA BEV લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે ભારતીય બજાર માટે કંપનીના લાંબા ગાળાના ઇલેક્ટ્રિક વાહન રોડમેપને વધુ મજબૂત બનાવશે. CLA BEV મર્સિડીઝ-બેન્ઝની આગામી પેઢીની સોફ્ટવેર-ડિફાઇન્ડ ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણીમાં પ્રથમ મોડલ હશે અને તે ભારતમાં બ્રાન્ડના વૈશ્વિક ઇલેક્ટ્રિક પ્રોડક્ટ અભિયાનની શરૂઆતનું પ્રતિક બનશે.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રિટેલ નેટવર્ક વિસ્તરણ: ‘Go to Customer’ વ્યૂહરચના હેઠળ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ 2026 માટે એક મહત્વાકાંક્ષી રિટેલ નેટવર્ક વિસ્તરણ યોજના તૈયાર કરી છે. કંપની દેશના ઊંચી સંભાવનાઓ ધરાવતા ઉભરતા બજારોમાં 20થી વધુ વિશ્વસ્તરીય લક્ઝરી આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. વિસ્તરણ માટે આગામી બે વર્ષમાં મર્સિડીઝ-બેન્ઝના ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ દ્વારા રૂ. 450 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે.

(મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના તમામ વેચાણ આંકડા રિટેલ વેચાણ આધારિત છે)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)