અમદાવાદ, 20 માર્ચઃ ભારતની સૌથી મોટી એસેટ મેનેજર, SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ (SBIFML) તેના મેગા ઇનિશિયલ પબ્લિક ઓફર માટે ટૂંક સમયમાં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કરે તેવી સંભાવના છે. કંપની OFS ઓફર કરી શકે છે તેવું જાણકાર ઉદ્યોગ સૂત્રોએ businessgujarat.in ને જણાવ્યું હતું. SBI ફંડ્સ મેનેજમેન્ટ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને યુરોપિયન એસેટ મેનેજમેન્ટ જાયન્ટ અમુન્ડી વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

SBI અને પેરિસ સ્થિત અમુન્ડી SBIFMLમાં અનુક્રમે 61.98 ટકા અને 36.40 ટકા હિસ્સો ધરાવે છે, અને પ્રારંભિક જાહેર ઓફર દ્વારા સંયુક્ત 10 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SBI 6.3 ટકા અને અમુન્ડી 3.7 ટકા હિસ્સો વેચશે. ડિસેમ્બર 2025 સુધીમાં, SBIFML 12.6 લાખ કરોડથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે.