યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ સાથે ઇક્વિટી લોંગ-શોર્ટ ઇન્વેસ્ટિંગમાં પ્રવેશ કર્યો
અમદાવાદ, 4 મે : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે અર્થયા એસઆઇએફ (સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) હેઠળ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લોંચ કર્યાંની જાહેરાત કરી છે, જેની સાથે તેણે સેબીના નવા રજૂ કરાયેલા એસઆઇએફ ફ્રેમવર્કમાં પ્રવેશ કર્યો છે. અર્થયા ઇક્વિટી લોંગ શોર્ટ ફંડની શરૂઆતી ઓફરિંગ રોકાણકારોને વધુ ડાયનેમિક ઇક્વિટી અભિગમ પ્રદાન કરવા ડિઝાઇન કરાયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ઉભરતાં માર્કેટમાં જ નહીં, પરંતુ તમામ માર્કેટ સાઇકલમાં વળતરનું સર્જન કરવાનો છે.
આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 4થી 18, મે, 2026 સુધી ખુલ્લી રહેશે.
હાલના સમયમાં કે જ્યારે રોકાણકારોના પોર્ટફોલિયો પરંપરાગત લોંગ-ઓન્લી સ્ટ્રેટેજી અને હાઇ-એન્ટ્રી ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ વચ્ચે વહેંચાયેલો હોય છે ત્યારે અર્થયા એસઆઇએફનો ઉદ્દેશ્ય નિયમનકારી માળખામાં વધુ ફ્લેક્સિબલ, જોખમ વિશે જાણકાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક દ્વારા અંતરને દૂર કરવાનો છે.
યુનિયન એએમસીના સીઇઓ મધુ નાયરે જણાવ્યું હતું કે, આજે રોકાણકારોના પોર્ટફોલિયો ખૂબજ મૂશ્કેલ એટલે કે પરંપરાગત લોંગ-ઓન્લી ફંડ્સ કે જેનો ઉદ્દેશ્ય માર્કેટ બીટાનો લાભ લેવાનો છે તેમજ ઘણાં લોકોની પહોંચથી બહાર હોય તેવી ઓલ્ટરનેટ સ્ટ્રેટેજી વચ્ચે ફસાયેલો છે.
યુનિયન એએમસીના એસઆઇએફ ઇન્વેસ્ટમેન્ટ લીડ રાજેશ આયનોરે જણાવ્યું હતું કે, આ સ્ટ્રેટેજીનો ઉદ્દેશ્ય એવી વધ-ઘટની ઓળખ કરવાનો છે કે જ્યાં કિમત ફંડામેન્ટથી અલગ થાય જાય છે અને તે જાણકારીને આધારે લોંગ અને શોર્ટ એક્સપોઝર બનાવવાનો છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
