યસ બેંકે Q4 અને વર્ષ 2026માં નફાકારકતામાં સતત વધારો નોંધાવ્યો
| CASAમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, માર્જિનમાં સુધારો | સંપત્તિની ગુણવત્તામાં વધુ સારો સુધારો જોવા મળ્યો |
મુંબઈ,21 એપ્રિલ: યસ બેંકે ચોથા ત્રિમાસિક ગાળા તથા સમગ્ર નાણાકીય વર્ષ 2026 માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જે નફાકારકતામાં સતત વૃદ્ધિ, સંપત્તિની ગુણવત્તામાં સુધારો અને ઝડપી વિકાસને દર્શાવે છે.
બેંકેનો ત્રિમાસિક ધોરણે નફો રૂપિયા 1,068 કરોડ રહ્યો છે,જે ગયા વર્ષની તુલનામાં 44.7 ટકાનો ઉછાળો દર્શાવે છે, જ્યારે સમગ્ર વર્ષ માટે નફો રૂપિયા 3,476 કરોડ રહ્યો છે,જેમાં 44.5 ટકાનો વધારો થયો છે. બેંકની ચોખ્ખા વ્યાજની આવક પણ નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,638 કરોડ થઈ છે,જે વાર્ષિક ધોરણે 15.9 ટકાની વૃદ્ધિ થઈ છે. ચોખ્ખા વ્યાજનું માર્જીન નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 20 બેસિસ પોઇન્ટ સુધરીને 2.7 ટકા થયું છે. વ્યાજ સિવાયની આવક પણ વાર્ષિક ધોરણે સંપૂર્ણ વર્ષ માટે 15.5 ટકા વધીને રૂપિયા 6,759 કરોડ રહી છે.
યસ બેંકને નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળા માટે સંચાલકીય નફો વાર્ષિક ધોરણે 23.1 ટકા વધીને રૂપિયા 1,618 કરોડ થયો છે. બેંકની કોસ્ટ-ટુ-ઈનકમ રેશિયો નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં 67.3 ટકાથી ઘટીને 63 ટકા થયો છે. રિટર્ન ઓન એસેટ્સ (RoA) નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં 1.0 ટકા રહેલ છે, જે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં 0.7 ટકા હતી. કૂલ થાપણોની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 12.1 ટકા વૃદ્ધિ પામી રૂપિયા 3 લાખ કરોડને પાર થઈ રૂપિયા 3,18,969 કરોડ થઈ છે. CASA થાપણોની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 14.9 ટકા વધી રૂપિયા 111,959 કરોડ થઈ છે. જ્યારે CASA રેશિયો 35.1 ટકા રહ્યો છે,જે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં 34.3 ટકા હતો.
કુલ ધિરાણ ગત વર્ષની તુલનામાં 11.1 ટકા વધી રૂપિયા 2,73,445 કરોડ થયું છે. એકંદરે તમામ કસ્ટમર સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છેઃ
- રિટેલ બેન્કિંગ ધિરાણોઃ વાર્ષિક ધોરણે 4.7 ટકા વધ્યું
- કોમર્શિયલ બેન્કિંગ ધિરાણઃ વાર્ષિક ધોરણે 14.5 ટકા વધ્યું
- કોર્પોરેટ અને સંસ્થાગત બેન્કિંગ ધિરાણોઃ વાર્ષિક ધોરણે 19.7 ટકા વધ્યું
- રિટેલ એસેટ્સ ડિસબર્સમેન્ટ વાર્ષિક ધોરણે 41 ટકા વધ્યું
યસ બેંકે સમગ્ર દેશમાં તેની પહોંચનું વિસ્તરણ કરવાનું જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2026 દમરિયાન બેંકે 82 નવી શાખાઓ ખોલી છે, આ સાથે સમગ્ર ભારતમાં તે કુલ 1,334 શાખાનું નેટવર્ક ધરાવે છે. આ શાખાઓ ઉપરાંત બેંકે 249 બિઝનેસ કરેસપોન્ડન્ટ (બીસી) બેન્કિંગ આઉટલેટ્સ મારફતે કામગીરી ધરાવે છે. બેંક 1,364 ATM, કેશ રિસાઈકલિંગ મશિન(CRM), અને બંચ નોટ એક્સેપ્ટર્સ (BNAs) 24×7 ગ્રાહકોની સુવિધા ધરાવે છે.
યસ બેંકની એસેટ ક્વોલિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે, આ સાથે કુલ NPA રેશિયો વાર્ષિક ધોરણે 30 બેસિસ પોઇન્ટ ઘટીને 1.3 ટકા થયેલ છે. NNPA રેશિયો નાણાકીય વર્ષ 2026 ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક તથા ત્રિમાસિક ગાળા દરમિયાન 10 બેસિસ પોઇન્ટ ઘટાડો નોંધાવેલ છે. બેંકે નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં મજબૂત કવરેજ રેશિયોની જોગવાઈને જાળવી છે, જે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં 79.7 ટકા હતો.

”પરિણામો અને નાણાકીય કામગીરી અંગે ટિપ્પણી કરતા યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનય એમ.ટોન્સેએ જણાવ્યું હતું કે “યસ બેંકે નાણાકીય વર્ષ 2026ની પૂર્ણાવૃત્તિ મજબૂત સ્થિતિ સાથે કર્યું છે. અમારા માર્ગદર્શન પ્રમાણે ચોથા ત્રિમાસિક ગાળામાં 1.0% નો રિટર્ન ઓન એસેટ્સ હાંસલ કર્યો છે, જે NIMs એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન માં 20 બેસિસ પોઇન્ટનો સુધારો, કોસ્ટ-ટુ-ઇનકમ રેશિયોમાં સુધારો અને નાણાકીય વર્ષ 2020 પછીના સૌથી નીચા GNPA અને NNPA સ્તર દ્વારા સમર્થિત છે. બિઝનેસ મોમેન્ટમ સતત મજબૂત થઈ રહ્યું છે, જેમાં ધિરાણો અને થાપણોમાં સર્વાંગી વૃદ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિને મજબૂત CASA આધારિત ડિપોઝિટ એન્જિન દ્વારા પીઠબળ મળ્યું છે, જેના પરિણામે ડિપોઝિટ ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. નાણાકીય વર્ષ 2026 એ એક મહત્વની વ્યૂહાત્મક સીમાચિહ્ન પણ સ્થાપિત કર્યું છે, જેમાં SMBC અમારો સૌથી મોટો શેરહોલ્ડર બન્યો છે, જે બેંકની લાંબા ગાળાની ક્ષમતામાં વૈશ્વિક સંસ્થાકીય વિશ્વાસની પુનઃપુષ્ટિ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
