હવે BHIM પેમેન્ટ્સ એપ પર સિબિલ સ્કોર ઉપલબ્ધ
મુંબઈ, 21 એપ્રિલ: ભારતની અગ્રણી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલ(TransUnion CIBIL)એ NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) દ્વારા વિકસિત ભારતની સ્વદેશી પેમેન્ટ એપ ‘BHIM’માં કન્ઝ્યુમર સિબિલ સ્કોર અને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (CIR)ના જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ BHIM Appના યુઝર્સને સીધા જ એપમાં તેમના CIBIL(સિબિલ) સ્કોર અને મહત્વની ક્રેડિટ માહિતીને સુરક્ષિત રીતે એક્સેસ કરવા, જોવાની અને ટ્રેક કરવાની સુવિધા આપે છે, જે યુઝર્સને તેમના ક્રેડિટ સ્વાસ્થ્ય વિશે વધુ સ્પષ્ટતા સાથે સશક્ત બનાવે છે. નિયમનકારી માર્ગદર્શિકા પ્રમાણે આ જોડાણ ગ્રાહકની સંમતિ-આધારિત મોડેલનું પાલન કરે છે, જેમાં ક્રેડિટ માહિતી ફક્ત યુઝર્સની મંજૂરી પછી જ મેળવવામાં આવે છે, જે પારદર્શિતા અને નિયંત્રણની ખાતરી આપે છે.

ટ્રાન્સયુનિયન સિબિલ અને NBSL એ બે પ્રમુખ સંસ્થા છે જે ભારતના નાણાકીય અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વની છે. BHIM APPમાં સિબિલ સ્કોરનો સમાવેશ કરીને આ જોડાણ ક્રેડિટ જાગૃતિને રોજિંદી નાણાકીય પ્રવૃત્તિઓ સાથે જોડે છે. તેનાથી ગ્રાહકો પરિચિત વાતાવરણમાં અનુકૂળ અને સુરક્ષિત રીતે વિશ્વસનીય ક્રેડિટ માહિતી મેળવી શકશે, જે તેમને વધુ સચોટ નાણાકીય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે.
BHIM Payments App યુઝર રોજિંદી નાણાકીય જરૂરિયાતોને મેનેજ કરવામાં મદદરૂપ થાય તે રીતે તૈયાર કરવામાં આવી છે. ખાસ ભારતીય યુઝર્સ માટે બનેલી આ એપ 15 થી વધુ ભારતીય ભાષાને સપોર્ટ કરે છે અને એક સરળ અને નેવિગેટ કરવામાં સરળ ઇન્ટરફેસ પ્રદાન કરે છે, જે તેને શહેરી, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સુલભ બનાવે છે. તે પહેલેથી જ યુઝર્સને સ્પ્લિટ એક્સપેન્સિસ,ફેમિલી મોડ,સ્પેન્ડ્સ એનાલિટિક્સ અને એક્શન નીડેડ રીમાઇન્ડર્સ જેવી સુવિધા દ્વારા નાણાંનું સંચાલન કરવામાં સક્ષમ બનાવે છે. હવે CIBIL Scoreના જોડાણ સાથે BHIM APP યુઝર્સને ફક્ત વ્યવહાર કરવામાં જ નહીં પણ તેમની ક્રેડિટ પ્રોફાઇલ વિશે માહિતગાર રહેવામાં પણ મદદ કરીને એક ડગલું આગળ વધી રહી છે.
”આ જોડાણ અંગે ટિપ્પણી કરતા ટ્રાન્સયુનિયન સિબિલના MD અને CEO ભાવેશ જૈને જણાવ્યું હતું કે “ક્રેડિટ જાગૃતિ અને ક્રેડિટ સમાવેશ એ એક મજબૂત અને સ્થિતિસ્થાપક ક્રેડિટ ઈકોસિસ્ટમના કેન્દ્રમાં છે. BHIM પેમેન્ટ્સ એપ તેના લાખો યુઝર્સ માટે સિબિલ સ્કોર અને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટને સરળતાથી સુલભ બનાવશે. ભારત જ્યારે ક્રેડિટ પ્રત્યેના માત્ર વ્યવહારિક અભિગમમાંથી વધુ સાવચેતીપૂર્વક આયોજિત અભિગમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારી ગ્રાહક જાગૃતિની યાત્રામાં આ એક મહત્વનું પગલું છે. તે વધુ માહિતગાર, સશક્ત અને સર્વસમાવેશી ક્રેડિટ વાતાવરણના વિકાસમાં ટેકો આપે છે, તે ‘ઇન્ફોર્મેશન ફોર ગુડ’ના ઉમદા ઉદ્દેશને અનુરૂપ છે.”
NPCI BHIM સર્વિસીસ લિમિટેડના MD અને CEO લલિતા નટરાજન જણાવ્યું હતું કે “BHIM પેમેન્ટ્સ એપને સરળતા અને વપરાશકર્તાના નિયંત્રણ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. ટ્રાન્સયુનિયન સિબિલ સાથેના અમારા સહયોગ દ્વારા અમે આ અભિગમને ક્રેડિટ જાગૃતિ સુધી વિસ્તારી રહ્યા છીએ, જેનાથી વપરાશકર્તા BHIM APPની અંદર સરળતાથી તેમના CIBIL સ્કોર મેળવી શકશે. વપરાશકર્તાને તેમની દૈનિક નાણાકીય યાત્રાના ભાગરૂપે વધુ ચોક્સાઈભર્યાં અને માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે.” આ સુવિધા BHIM પેમેન્ટ્સ એપના વર્ઝન 4.0.19 અને તેથી ઉપરના વર્ઝન પર ઉપલબ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
