અમદાવાદ, 9 માર્ચઃ શેરબજારમાં કડાકા વચ્ચે આ અઠવાડિયે નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 મેઇનબોર્ડ સેગમેન્ટ IPO છે અને 1 SME સેગમેન્ટમાંથી યોજાશે. મધ્ય પૂર્વમાં રાજકીય તણાવ અને તેલના વધતા ભાવ પ્રાથમિક બજાર પર અસર કરી રહ્યા નથી, જોકે ગૌણ બજારોને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે.આ ચાર નવા પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ રૂ. 6,600 કરોડથી વધુ હશે, જેમાં ત્રણ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી હશે

મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 3 IPO:

Rajputana Stainless IPO :

રાજપૂતાના સ્ટેનલેસ કંપનીનો IPO 9 માર્ચ ખુલશે અને 11 માર્ચ બંધ થશે. આ IPO ₹ 254.98 કરોડ રૂપિયા છે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ ₹ 116 – 122 પ્રતિ શેર અને લોટ સાઇઝ 110 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 16 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.

Innovision IPO:

ઈનોવિઝન IPO 10 થી 12 માર્ચ દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની IPO દ્વારા ₹ 322.84 કરોડ ઊભા કરવા માંગે છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 521 – 548 પ્રતિ શેર અને લોટ સાઇઝ 27 શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ BSE, NSE પર 17 માર્ચના રોજ થશે. 

 Raajmarg Infra Investment Trust IPO:

રાજમાર્ગ ઇન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ IPO 11 માર્ચ ખુલશે અને 13 માર્ચ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 6000 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 99 – 100 રૂપિયા પ્રતિ શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 24 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટિંગ થશે.

એપ્સિસ એરોકોમ IPO SME સેગમેન્ટમાંથી યોજાશે.

એપ્સિસ એરોકોમ: એપ્સિસ એરોકોમ IPO 11 માર્ચ ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 104 – 110 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,200 શેર છે. આ SME કંપની આઈપીઓ દ્વારા ₹ 35.77 કરોડ એક્ત્ર કરશે. 13 માર્ચે IPO બંધ થયા બાદ NSE SME પર 18 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટિંગ થશે.

આ સપ્તાહે 4 કંપનીઓ ના IPO થશે લિસ્ટેડ:

મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી સેડેમેક મેકાટ્રોનિક્સનો સમાવેશ થાય છે, જે 11 માર્ચે લિસ્ટિંગ માટે સુનિશ્ચિત થયેલ છે. રૂ. 1,087 કરોડની ઓફર ગયા અઠવાડિયે 2.68 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. SME સેગમેન્ટમાંAcetech E-Commerce 9 માર્ચે NSE પર પ્રવેશ કરશે, ત્યારબાદ Elfin Agro India 12 માર્ચે BSE SME પર અને Srinibas Pradhan Constructions 13 માર્ચે NSE પર પ્રવેશ કરશે.