અમદાવાદ, 31 માર્ચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્રિત રિટેલ કંપની સત્યા એજન્સીઝ લિમિટેડે IPO દ્વારા રૂ. 6,000 મિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

આ ઓફરમાં રૂ. 3,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરધારકો જ્હોન્સન અસારિયા, જે જોન સત્યા અને ચાર્લ્સ પેકિયારાજ દ્વારા રૂ. 3,000 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, યુનિલેટ એપ્લાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડના સંપાદન માટે આંશિક ખરીદ રકમની ચુકવણી રૂ. 350 મિલિયન માટે કરવા, કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધાર રૂ. 1,750 મિલિયન ની સંપૂર્ણ અથવા આંશિકપણે ચુકવણી કે પૂર્વ ચુકવણી માટે અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવા માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

કંપની એલજી, બ્લુ સ્ટાર, ડાઇકિન, વ્હર્લપૂલ, હાયર, સોની, હેવેલ્સ, પેનાસોનિક અને ઓ જનરલ જેવી સ્થાપિત ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ બ્રાન્ડ્સ સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે, અને 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, 150 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEM”) અને ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે કામ કરે છે.

31 જાન્યુઆરી, 2026 સુધીમાં, કંપની અને તેની પેટાકંપનીઓ 392 કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલ સ્ટોર્સ ચલાવે છે જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે, અને 35 મોબાઇલ રિટેલ સ્ટોર્સ મુખ્યત્વે મોબાઇલ ફોન અને સંબંધિત એસેસરીઝના વેચાણની કામગીરી સાથે સંકળાયેલા છે, જે ચાર રાજ્યો એટલે કે તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં, કંપની અને તેની પેટાકંપનીઓની તેના સ્ટોર નેટવર્કમાં કુલ રિટેલ ફૂટપ્રિન્ટ આશરે 1.90 મિલિયન ચોરસ ફૂટની હતી.

આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)