GNI ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ધોરણે અને આઇટમ-રેટ કોન્ટ્રાક્ટ્સ હેઠળ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં કાર્યરત જીએનઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઉભું કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

વર્ષ 2007માં સ્થાપિત કંપની મહારાષ્ટ્રમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. રોડ અને હાઇવેના કન્સ્ટ્રક્શન, વાઇડનિંગ, અપગ્રેડેશન, રિપેર અને મેન્ટેનન્સમાં વિશેષતા ધરાવતી કંપની બાયોમાઇનિંગ પ્રોજેક્ટ્સ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ કામગીરી ધરાવે છે. કંપની મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને અર્બન ડેવલપમેન્ટ સેક્ટર્સમાં સરકારી વિભાગો, જાહેરક્ષેત્રના સંસ્થાનોને સેવા આપે છે.

 ડીઆરએચપી મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ 21,029,642 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા વર્તમાન શેરધારકો દ્વારા 9,388,212 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છએ, જે સાથે કુલ ઇક્વિટી શેર્સ 30,417,854 થવા પામે છે.

 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કંપનીની કામગીરીમાંથી આવકોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગદાન 87.59 ટકા તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું યોગદાન 12.41 ટકા હતું. કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં 50થી વધુ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યાં છે તેમજ મહારાષ્ટ્રમાં 18 પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં છે. 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રૂ. 10,210.33 કરોડની ઓર્ડર બુક હતી.

 કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

 એસએમસી કેપિટલ્સ લિમિટેડ અને મારવાડી ચંદારાણા ઇન્ટરમીડિયરીઝ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)