DBS Bank Indiaએ રાજકોટના ગ્રાહકોને એશિયાઈ નિપુણતા અને વૈશ્વિક જોડાણની સુવિધા વધુ નજીક પહોંચાડી



અમદાવાદ, 14 જુલાઈ, 2026: ડીબીએસ બેન્ક ઈન્ડિયાએ નોવેમ સ્ક્વેર ખાતે તેની અપગ્રેડેડ કાલાવડ શાખાનું ઉદ્ઘાટન કરીને રાજકોટમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવી છે. આ સાથે બેન્કે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવાની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી છે.

ડીબીએસ બેન્ક ઈન્ડિયા સિંગાપોરની મજબૂત બેન્કિંગ પરંપરા, સ્થાનિક બજારની ઊંડી સમજ અને ભારતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગ્રાહકો સાથે સ્થાપેલા વિશ્વાસપૂર્ણ સંબંધોનું અનોખું સંયોજન ધરાવે છે. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા સતત 17 વર્ષ (2009થી 2025) સુધી એશિયાની સૌથી સુરક્ષિત બેન્ક તરીકે સન્માનિત થયેલી ડીબીએસ બેન્ક સમગ્ર વિસ્તારમાં વ્યક્તિગત ગ્રાહકો તેમજ વ્યવસાયોને વિશ્વસનીય ભાગીદાર તરીકે સેવા આપી રહી છે.

ડીબીએસ બેન્ક ઈન્ડિયાની ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, આણંદ, ગાંધીધામ અને વાપી સહિત કુલ 13 શાખાઓ કાર્યરત છે. નોવેમ સ્ક્વેર સ્થિત કાલાવડ શાખા રાજકોટમાં ગોંડલ રોડ શાખા બાદ બેન્કની બીજી શાખા છે

અગાઉ કાલાવડ રોડ પર આવેલી શાખાને સ્થળાંતર કરીને હવે આધુનિક બનાવાયેલી 2,500 ચોરસ ફૂટની આ શાખા શહેરના મહત્વપૂર્ણ વ્યાપારી અને રહેણાંક વિસ્તાર એવા અમીન માર્ગ જંક્શન ખાતે વ્યૂહાત્મક રીતે ઊભી કરવામાં આવી છે. આ શાખામાં રિટેલ બેન્કિંગ, વેલ્થ મેનેજમેન્ટ, એમ.એસ.એમ.ઈ. [VP1] અને બિઝનેસ બેન્કિંગ સહિતની વ્યાપક સેવાઓ ઉપલબ્ધ છે. પ્રાઇવેટ મીટિંગ રૂમ્સ અને સુરક્ષિત સેફ ડિપોઝિટ લોકર્સની સુવિધાથી સજ્જ, વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલી આ આધુનિક શાખા ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવાના ડીબીએસ બેન્ક ઇન્ડિયાના કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે.


એશિયામાં મજબૂત હાજરી ધરાવતી સિંગાપોરની સૌથી મોટી બેન્કનો ભાગ હોવાને કારણે અમે અમારા ગ્રાહકોને સમગ્ર એશિયામાં ઉપલબ્ધ તકો સાથે જોડવાની અનોખી ક્ષમતા ધરાવીએ છીએ. અપગ્રેડ કરાયેલી કાલાવડ શાખા દ્વારા અમે અગ્રણી એશિયાઈ બેન્કની શક્તિ અને વૈશ્વિક ધોરણોની સેવાઓ આ વિસ્તારના ગ્રાહકો સુધી વધુ નજીક પહોંચાડી રહ્યા છીએ.

ગ્રાહકો ડિજિબેન્ક એપ દ્વારા રોજબરોજની બેન્કિંગ અને રોકાણ સંબંધિત અનેક સેવાઓનો પણ લાભ લઈ શકે છે. તેમાં ડિજિટલ ખાતું ખોલવાની સુવિધા તેમજ ડીબીએસ ડિજિપોર્ટફોલિયો જેવી રોકાણ સેવા ઉપલબ્ધ છે, જે માનવીય નિપુણતા અને ટેક્નોલોજીના સંયોજન દ્વારા તૈયાર કરાયેલા પૂર્વનિર્ધારિત પોર્ટફોલિયોની મદદથી રોકાણ પ્રક્રિયાને સરળ, અનુકૂળ અને સહજ બનાવે છે.

આ અપગ્રેડ કરાયેલી શાખા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગો તથા વ્યવસાયોને વ્યાપક ફાઇનાન્સિંગ અને ટ્રાન્ઝેક્શન બેન્કિંગ સર્વિસીસ પૂરી પાડવાની ડીબીએસ બેન્ક ઈન્ડિયાની ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. તેમાં મિલકત સામે લોન (LAP), ઓવરડ્રાફ્ટ સુવિધા અને માઇક્રો તથા સ્મોલ એન્ટરપ્રાઇઝ માટેની ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) સ્કીમ હેઠળની લોનનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)