નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે અબુ ધાબી માટે પ્રથમ ફ્લાઇટ સાથે ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ કર્યો
| એર ઇન્ડિયા એક્સપ્રેસે 15 જુલાઇથી સપ્તાહમાં ત્રણ વાર ડાયરેક્ટ ફ્લાઇટ્સ લોંચ કરી | 25 ડિસેમ્બર, 2025થી ડોમેસ્ટિકની શરૂઆતથી 200 દિવસમાં ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ |
ભારતમાં ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ એરપોર્ટે 2.3 મિલિયનથી વધુ પ્રવાસીઓને સેવા આપી અને 46 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનનું નેટવર્ક તૈયાર કર્યું
મુંબઇ, 15 જુલાઇ: પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)એ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઇએ)થી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એર ઇન્ડિયા એક્સપ્રેસે 15 જુલાઇથી નવી મુંબઇ અને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ની રાજધાની અબુ ધાબી વચ્ચે ડાયરેક્ટર સર્વિસનો પ્રારંભ કર્યો છે.
એક સપ્તાહમાં ત્રણ વખત ચાલનારી આ સર્વિસ સાથે એનએમઆઇએની 25 ડિસેમ્બર 2025ના રોજ એરપોર્ટની ડોમેસ્ટિક કામગીરી શરૂ થયાના 200 દિવસથી પણ ઓછા સમયમાં ઇન્ટરનેશનલ કામગીરી શરૂ થઇ છે. તેની સાથે એએએચએલના પોર્ટફોલિયો હેઠળ તમામ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કનેક્ટેડ બન્યાં છે, જે ભારતના નવા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઝડપી વિસ્તરણ તથા મુંબઇ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં કનેક્ટિવિટીને વધુ મજબૂત કરે છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન લોકો, બિઝનેસ અને આર્થિક પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક છે.
આ નવો રૂટ પ્રવાસીઓને પશ્ચિમ એશિયામાં યુએઇ માટે સરળ ડાયરેક્ટ લિંક ઓફર કરે છે તેમજ એનએમઆઇએને એમએમઆરના બીજા ગ્લોબલ ગેટવે તરીકે સ્થાપિત કરવામાં સરકારી એજન્સીઓ, એવિએશન રેગ્યુલેટર, એરલાઇન પાર્ટનર અને એરપોર્ટ સ્ટેકહોલ્ડરના સહિયારા પ્રયાસો દર્શાવે છે.
એએએચએલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અરૂણ બંસલે જણાવ્યું હતું કે, અમારી પ્રથમ શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રારંભ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની સફરમાં એક નવા તબક્કાનો પ્રારંભ છે.
અમે વધુ એરલાઇન પાર્ટનર્સ અને ડેસ્ટિનેશન સાથે અમારા નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યાં છીએ તેમ અમારું ધ્યાન સુવિધાજનક કામગીરી અને વિશ્વ-સ્તરીય ટ્રાવેલ એક્સપિરિયન્સ ડિલિવર કરવા તેમજ ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે પસંદગીના ગેટવે તરીકે નવી મુંબઇની ઉપસ્થિતિને મજબૂત કરવા ઉપર છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન નિપુન અગ્રવાલે જણાવ્યું હતુ કે, મુંબઇ મેટ્રોપોલિટન રિજનના પ્રવાસીઓ માટે યુએઇ એક સુવિધાજનક નવું ગેટવે બની જશે.
નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે સાત મહિનાથી પણ ઓછા સમયમાં 46 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન કનેક્ટ કર્યાં છે, 2.3 મિલિયનથી વધુ પ્રવાસીઓને સેવા આપી છે તેમજ હવે દરરોજ આશરે 150 એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (એટીએમ)નું સંચાલન કરે છે.
આ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પ્રથમ ગ્લોબલ પેરિશેબલ એક્સપોર્ટ શિપમેન્ટ પણ હતું, જે હાઇ-વેલ્યુ, ટાઇમ-સેન્સિટિવ કાર્ગો માટેના નવા ગેટવે તરીકે એરપોર્ટને સ્થાપિત કરે છે. આ સીમાચિહ્નથી એનએમઆઇએની વિકસતી કાર્ગો ક્ષમતાઓને મજબૂત કરવાની સાથે-સાથે ભારતીય નિકાસકારો માટે ઇન્ટરનેશનલ માર્કેટ એક્સેસમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.
અબુ ધાબી સર્વિસ એનએમઆઇએ તરફથી આયોજિત અનેક ઇન્ટરનેશન રૂટમાંથી પ્રથમ છે. જેમ જેમ એરપોર્ટ તેની એરલાઇન ભાગીદારી અને ડેસ્ટિનેશન નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે, તેમ તેમ તે ભારતના વધતા આંતરરાષ્ટ્રીય જોડાણ, વેપાર અને પર્યટનને ટેકો આપવાની સાથે મુંબઈની એવિએશન ક્ષમતાને મજબૂત બનાવવામાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
