PRIMARY MARKET ZONE: આ સપ્તાહે રૂ. 11707 કરોડના 9 IPOનું આક્રમણ, 7 નવા લિસ્ટિંગ લાઇનમાં
અમદાવાદ, 27 જુલાઇઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે રૂ. 11707 કરોડના 9 IPOનું આક્રમણ થવા જઇ રહ્યુ છે. તેની સામે 7 IPO લિસ્ટિંગ થવા માટે લાઇનમાં ઊભા છે. જ્યારે ગત સપ્તાહે ખૂલેલા ઇન્ડો-એમઆઇએમ, લોહિયા કોર્પ અને એક્સટ્રાનેટ ટેક્નોલોજીસના આઇપીઓ 27 જુલાઈ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે, અને 30 જુલાઈના રોજ શેરબજારમાં તેમના શેરનું લિસ્ટિંગ કરશે. 9 કંપનીઓ આઇપીઓ દ્વારા રૂ. 11,707 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં રૂ. 11,365.22 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થાય છે.
મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝિસઃ રૂ. 9,275.22 કરોડ એકત્ર કરશે. આ IPO રૂ. 8,000 કરોડના નવા શેર જારી કરવા અને પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા રૂ. 1,275.22 કરોડના 2.16 કરોડ શેરની ઓફર-ફોર-સેલનું મિશ્રણ છે, જે 29 જુલાઈના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને પ્રતિ શેર રૂ. 560-590ની પ્રાઇસ બેન્ડ હશે.
જ્યુનિપર ગ્રીન એનર્જીઃ 30 જુલાઈના રોજ ખુલશે. પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. 1,800 કરોડ એકત્ર કરવા માટે મૂડી બજારોનો સંપર્ક કર્યો હતો, જેમાં સંપૂર્ણપણે તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે. ચોખ્ખી ઓફરમાંથી મળેલી રકમમાંથી, રૂ. 1,૪11.9 કરોડ દેવાની ચુકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
MV ઇલેક્ટ્રોસિસ્ટમ્સઃ ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 290 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે.

એસએમઇ સેગ્મેન્ટમાં રૂ. 341.78 કરોડના 6 આઇપીઓ યોજાશે
SME સેગમેન્ટમાં 6 નવી કંપનીઓ આઇપીઓ લઇને આવી રહી છે. જે રૂ. 341.78 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. પ્રોપશોપ ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન્સ અને એડવાન્સ ટેક્નોફોર્જ 27 જુલાઈના રોજ IPO મૂડીબજારમાં પ્રવેશ કરશે.
પ્રોપશોપ ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન્સ: રૂ. 65-69 ના પ્રાઇસબેન્ડના ઉપલા છેડે IPO દ્વારા રૂ. 28.57 કરોડ એકત્ર કરી રહી છે
એડવાન્સ ટેક્નોફોર્જ રૂ. 95ના ફિક્સ્ડ પ્રાઇસથી 25.29 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 24.03 કરોડ એકત્ર કરી રહી છે.
પૂજા પ્રિસિઝન એન્જિનિયરિંગઃ 28 જુલાઈના રોજ ખુલશે. 53.1 લાખ શેરના IPO મારફત કંપની રૂ. 285-301ના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 159.83 કરોડ મેળવશે.
HR હાઇજીન પ્રોડક્ટ્સઃ 29 જુલાઈના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 83-88 નક્કી કરવામાં આવ્યો છે. તે 61.31 લાખ શેરના IPO દ્વારા રૂ. 53.95 કરોડ સુધી એકત્ર કરી રહી છે જેમાં રૂ. 43.17 કરોડના મૂલ્યના 49.05 લાખ શેરનું નવું ઇશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા રૂ. 10.78 કરોડના મૂલ્યના 12.25 લાખ શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે.
ધવલ પેકેજિંગઃ 30 જુલાઈના રોજ ખુલશે. 37.48 લાખ શેરનો IPO, ફ ઇશ્યૂ, કંપનીને રૂ. 92-97 પ્રતિ શેરના ઉપલા પ્રાઇસ બેન્ડ પર રૂ. 36.36 કરોડ મેળવશે.
ફ્યુઝન ક્લાસરૂમ એજ્યુટેક, ફ્રેશ ઇશ્યૂ આગામી સપ્તાહે 31 જુલાઈના રોજ રૂ. 151-159 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે મૂડીબજારમાં પ્રવેશશે.

આ સપ્તાહે સાત નવી કંપનીઓ લિસ્ટિંગ માટે રહેશે લાઇનમાં
આ સપ્તાહે સ્ટોક એક્સચેન્જ પર 7 નવી કંપનીઓ ટ્રેડિંગ માટે લિસ્ટિંગ કરાવવા જઇ રહી છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 3 કંપનીઓ – ઇન્ડો-MIM, લોહિયા કોર્પ અને એક્સટ્રેનેટ ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. ઇન્ડો-એમઆઇએમ, લોહિયા કોર્પ અને એક્સટ્રાનેટ ટેક્નોલોજીસના જાહેર ઇશ્યૂ 27 જુલાઈ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે, અને બધા 30 જુલાઈના રોજ શેરબજારમાં તેમના શેરનું લિસ્ટિંગ કરશે. એસએમઇ સેગમેન્ટમાં, ગલ્ફ લોયડ્સ (ઇન્ડિયા) 27 જુલાઈએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર અને મેટાલિક ટેક્નોફોર્જ 28 જુલાઈએ એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર પ્રવેશ કરશે. શ્રી બાલાજી માલા ટેક્સટાઇલ્સ અને સિલ્વરસ્ટોર્મ પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ પછી છે, જેમના શેર અનુક્રમે 29 જુલાઈ અને 31 જુલાઈએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
પ્રિસિઝન એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ નિર્માતા ઇન્ડો-એમઆઇએમના રૂ. 3,812 કરોડના આઇપીઓ છેલ્લા બે સત્રમાં 3.07 વખત સબસ્ક્રાઇબ થયા હતા, જ્યારે ટેક્નિકલ ટેક્સટાઇલ માટે મશીનરી અને સાધનો ઉત્પાદક લોહિયા કોર્પના લોહિયા કોર્પ આઇપીઓના આઇપીઓમાં 59 ટકા સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યું હતું, અને આઇટી સર્વિસ પ્રોવાઇડર એક્સટ્રાનેટ ટેક્નોલોજીસના ઓફરમાં તે જ સમયગાળામાં 1.96 ગણુ સબસ્ક્રીપ્શન જોવા મળ્યું હોવનું બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું. સિલ્વરસ્ટોર્મ પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ 28 જુલાઈના રોજ તેનો SME IPO બંધ કરશે, જેમાં 34 ટકા સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
