સન ફાર્માને સૂચિત એક્વિઝિશન માટે ઓર્ગનઓનના શેરધારકોની મંજૂરી મળી

મુંબઈ, ભારત અને પ્રિન્સટન, NJ, 27 જુલાઈ: સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રૉઇટર્સ : SUN.BO, બ્લૂમબર્ગ : SUNP IN, NSE: SUNPHARMA, BSE: 524715) (“સન ફાર્મા “)એ આજે જાહેરાત કરી હતી કે, ઑર્ગનઓન એન્ડ કંપની (“Organon”)ના હિસ્સાધારકોએ અગાઉ જાહેરાત થયેલા મર્જર સોદા સાથે સંબંધિત દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત ઓર્ગનઓન હવે સન ફાર્માસ્યુટિકલ હૉલ્ડિંગ્સ યુએસએ, ઇન્ક.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની જશે એવી અપેક્ષા છે, જે હાલ સન ફાર્માની પરોક્ષ રીતે સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. શેરધારકની મંજૂરી સૂચિત વ્યવહાર પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ એક્વિઝિશન સોદો પૂર્ણ કરવાની બાકીની પરંપરાગત શરતો પૂર્ણ થવાને આધિન છે, જેમાં લાગુ નિયમનકારક મંજૂરીઓ શામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)