- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
TVS મોટર કંપનીએ અમદાવાદમાં મેસર્સ તિરૂસાઈ ઓટોલિંક ડીલરશીપ શરૂ કરી
અમદાવાદ, તા. 12 ઓગસ્ટ, 2026: ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટની વિશ્વ વિખ્યાત ગ્રૂપ TVS વેણુની TVS મોટર કંપની દ્વારા અમદાવાદમાં બિઝનેસ વિસ્તરણના ભાગરૂપે નવુ ત્રીજુ અધિકૃત ડીલરશીપ ‘M/s તિરુસાઈ ઓટોલિંક’ શરૂ કરવાની જાહેરાત કરી છે. જે કંપનીની શહેરમાં રિટેલ હાજરીને મજબૂત બનાવવાની સાથે ગ્રાહકો માટે વાહન ખરીદવાનું અને તેની સર્વિસ મેળવવાનું વધુ સરળ બનાવશે.
આ નવો શોરૂમ મોટેરા વિસ્તારમાં વિશ્વકર્મા કોલેજ રોડ પર સ્થિત છે. અહીં ગ્રાહકોને વાહન પસંદ કરવાથી માંડી ખરીદી સુધીનો ઉત્તમ અનુભવ મળશે. ડીલરશીપ ગ્રાહકોની પરિવહનની વૈવિધ્ય જરૂરિયાતોને પહોંચી વળતાં TVS મોટર કંપનીની પેસેન્જર અને કાર્ગો થ્રી વ્હિલર્સની સંપૂર્ણ રેન્જ સહિત વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે. આ નવા ડીલરશીપનું ઉદ્યાટન TVS મોટર કંપનીના કમર્શિયલ મોબિલિટી બિઝનેસ હેડ રજત ગુપ્તા અને ડીલર પાર્ટનર પીયૂષકુમાર રમેશભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ ઉદ્યાટન અંગે TVS મોટર કંપનીના કોમર્શિયલ મોબિલિટી બિઝનેસ હેડ રજત ગુપ્તાએ જણાવ્યુ હતું કે, “અમદાવાદ અમારા માટે ખૂબ જ મહત્વનું માર્કેટ છે. ‘તિરુસાઈ ઓટોલિંક’ના રૂપમાં અમારું આ ત્રીજું ડીલરશીપ ગ્રાહકો સુધી પહોંચવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમે અમારા વ્યાપક કોમર્શિયલ મોબિલિટી પોર્ટફોલિયોની ઉપલબ્ધતાનું સતત વિસ્તરણ કરતાં વેચામ અને સર્વિસનો શ્રેષ્ઠ અનુભવ આપવાની ખાતરી કરીએ છીએ. M/s તિરૂસાઈ ઓટોલિંક સાથે ભાગીદારી અમને અમદાવાદ અને આસપાસના પ્રદેશોના ગ્રાહકોને ટકાઉ, ઈનોવેટિવ અને ગ્રાહક કેન્દ્રિત મોબિલિટી સોલ્યુશન્સ પૂરા પાડવા સક્ષમ બનાવે છે.”

| ઇલેક્ટ્રીક વાહન સેગ્મેન્ટમાં માર્કેટ શેર વધી 27 ટકા આસપાસ પહોંચ્યો | ગુજરાતમાં 25 ટકા માર્કેટ શેર સાથે ઇલેક્ટ્રીક વ્હીકલ્સમાં ધરાવે છે કંપની |
| દેશભરમાં 185થી વધુ ડિલર્સ અને 500થી વધુ ટચ પોઇન્ટ્સ ધરાવે છે કંપની | ઇલેક્ટ્રીક થ્રી વ્હિલર કાર્ગોની સિંગલ ચાર્જમાં 169 કિ.મી.ની એવરેજ |

ગુજરાતમાં 50 ડીલરશીપ અને 50 સર્વિસ ટચ પોઇન્ટ્સ
TVS મોટર કંપની હાલ ગુજરાતમાં 50 ડીલરશીપ ટચપોઈન્ટ અને 50 સર્વિસ ટચપોઈન્ટ ધરાવે છે. માલિકી અનુભવમાં વધારો કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કંપની રાજ્યભરમાં તેના રિટેલ અને સર્વિસ નેટવર્કને મજબૂત બનાવવાનું જારી રાખે છે. જે ગ્રાહકની જરૂરિયાતો અને બજાર તકોને સંરેખિત છે. M/s તિરુસાઈ ઓટોલિંકના ઉદ્યાટન સાથે TVS મોટર કંપનીએ અમદાવાદમાં તેના વિશ્વસનીય રિટેલ નેટવર્કને વિસ્તરિત કર્યું છે. જે શહેર અને આસપાસના બજારોમાં ટકાઉ, ઈનોવેટિવ અને ઉત્તમ ગ્રાહક અનુભવની પહોંચ સરળ બનાવે છે.
હોર્મૂઝ ક્રાઇસિસ ચાલુ રહેશે તો ઇલે. વ્હીકલ્સની કિંમતો વધવાની દહેશત
ઇરાન- યુએસ વચ્ચે ચાલી રહેલી જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને હોર્મૂઝ ઇશ્યૂ ચાલુ રહેશે તો આગામી ચોથા ક્વાર્ટર સુધીમાં ઇલેક્ટ્રીક વ્હીકલ ઉત્પાદક કંપનીઓને કિંમતમાં 10-12 ટકા વધારો કરવાની ફરજ પડી શકે તેવી દહેશત વ્યક્ત કરતાં રજત ગુપ્તાએ જણાવ્યું કે, કાચા માલોની કોસ્ટ અને લોજિસ્ટીક કોસ્ટમાં સતત વધારાના કારણે ભાવ વધારો કરવાની ફરજ પડી શકે. તેમણે કહ્યું કે વર્ષ દરમિયાન EV ના ભાવમાં પહેલાથી જ વધારો કરવામાં આવ્યો છે કારણ કે સામગ્રીના ખર્ચમાં 10-12%નો વધારો થયો છે, જ્યારે ઈરાન કટોકટીએ દબાણનો બીજો સ્તર ઉમેર્યો છે. ઈરાન કટોકટીને કારણે ઇલેક્ટ્રિક ઘટકો અને બેટરીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ટીવીએસ મોટરના વર્તમાન થ્રી-વ્હીલર પોર્ટફોલિયોમાં પાંચ મુખ્ય મોડેલઃ ટીવીએસ કિંગ ડિલક્સ, ટીવીએસ કિંગ ડ્યુરામેક્સ પ્લસ, ટીવીએસ કિંગ ઇવી મેક્સ, ટીવીએસ કિંગ કાર્ગો અને ટીવીએસ કિંગ કાર્ગો એચડી ઇવી, જેમાં પાવરટ્રેન અને કાર્ગો વેરિયન્ટ્સ શ્રેણીને વધુ વિસ્તૃત કરે છે. કંપનીના સત્તાવાર ઉત્પાદન સૂચિમાં કિંગ કાર્ગો સીએનજી વેરિયન્ટ્સ પણ શામેલ છે. પેસેન્જર મોબિલિટી લાઇન-અપમાં કિંગ ડિલક્સ, કિંગ ડ્યુરામેક્સ પ્લસ અને કિંગ ઇવી મેક્સનો સમાવેશ થાય છે, જ્યારે કાર્ગો બાજુ કિંગ કાર્ગો અને કિંગ કાર્ગો એચડી ઇવી દ્વારા લંગરવામાં આવે છે. આ ટીવીએસને સીએનજી, પેટ્રોલ, એલપીજી અને ઇલેક્ટ્રિક એપ્લિકેશન્સનો સમાવેશ કરતી મલ્ટી-ફ્યુઅલ કોમર્શિયલ મોબિલિટી દરખાસ્ત આપે છે. કંપનીનો થ્રી-વ્હીલર વ્યવસાય પેસેન્જર અને કાર્ગો મોબિલિટી બંનેને પૂરી પાડે છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.40 લાખથી વધુ થ્રી-વ્હીલર છે, જેમાં ટીવીએસ કિંગે વૈશ્વિક સ્તરે એક મિલિયન ગ્રાહકોને પાર કર્યા છે.
ગુજરાતમાં EV અપનાવવાની પ્રક્રિયા પ્રમાણમાં ધીમીઃ ગુપ્તાએ જણાવ્યું હતું કે TVS હાલમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટના લગભગ 25% હિસ્સો ધરાવે છે, પરંતુ સ્વીકાર્યું કે CNG ની વ્યાપક ઉપલબ્ધતાને કારણે ગુજરાતમાં EV અપનાવવાની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી રહી છે. તેમણે ધીમા સંક્રમણ માટે ગ્રાહક જાગૃતિ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની ચિંતાઓને પણ જવાબદાર ગણાવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
