એટોમબર્ગે રૂ. 450 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 27 ઓગસ્ટઃ એટોમબર્ગ ટેક્નોલોજીસ લિમિટેડે તેનાઆઇપીઓ  માટે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે.

આ IPOમાં રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા કુલ રૂ. 450 કરોડ સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 7,65,42,051 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. કંપની આઇપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે અમુક ઋણની સંપૂર્ણ અથવા આંશિક પુનઃચુકવણી/પ્રી-પેમેન્ટ પેટે રૂ. 90 કરોડ, બ્રાન્ડ અવેરનેસ અને પર્ફોર્મન્સ માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે રૂ. 150  કરોડ તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં રોકાણ પેટે રૂ. 100 કરોડ ફાળવવાની યોજના ધરાવે છે. બાકીની ચોખ્ખી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

2012માં મનોજ મીણા દ્વારા સ્થાપિત અને ત્યારબાદ 2013માં સહ-સ્થાપક તરીકે સિબાબ્રત દાસ સાથેનું જોડાણ ધરાવતી એટોમબર્ગ એક ડીપ-ટેક, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આધારિત કંપની છે, જે “એટોમબર્ગ” બ્રાન્ડ હેઠળ ભારતીય ઘરો માટે મિક્સર ગ્રાઇન્ડર, વોટર પ્યુરિફાયર અને કોલ્ડ-પ્રેસ્ડ જ્યુસર સહિતના આગામી પેઢીનાં ગ્રાહક ઉપકરણો બનાવે છે.

કંપની તેની સહાયક કંપની, એટોમબર્ગ ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિવિધ ઉદ્યોગોમાં વોલ્ટાસ, ગોદરેજ અને બ્લુસ્ટાર જેવા એન્ટરપ્રાઈઝ ગ્રાહકોને મોટર્સ અને કંટ્રોલર્સ સહિતના પ્રોપ્રાયટરી અને મહત્વપૂર્ણ ઘટકોની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય પણ કરે છે. તેની કામગીરી બે સેગમેન્ટમાં વહેંચાયેલી છે: કન્ઝ્યુમર એપ્લાયન્સ બિઝનેસ અને પ્રોપ્રાયટરી કમ્પોનન્ટ્સ સેગમેન્ટ.

એટોમબર્ગ તેના ઉત્પાદનોનું વેચાણ ઓમ્ની-ચેનલ ડિસ્ટ્રિબ્યુશન મોડેલ દ્વારા કરે છે, જેમાં જનરલ ટ્રેડ ડિસ્ટ્રિબ્યુટર્સ, રિટેલર્સ, મોડર્ન ટ્રેડ ચેઇન્સ અને ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર્સ જેવા ઓફલાઇન માધ્યમો તેમજ ઇ-કોમર્સ માર્કેટપ્લેસિસ, ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ અને atomberg.com સહિતના ઓનલાઇન માધ્યમોનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2026માં, એટોમબર્ગના ઓફલાઇન કન્ઝ્યુમર એપ્લાયન્સ બિઝનેસની આવકમાં ટિયર 2+ શહેરોનો હિસ્સો સૌથી વધુ 49.57% રહ્યો હતો, ત્યારબાદ મેટ્રોપોલિટન શહેરોનો હિસ્સો 30.91% અને ટિયર વન શહેરોનો હસ્સો  19.52 ટકા હતો, જે વેચાણમાં વ્યાપક ભૌગોલિક વિવિધતા દર્શાવે છે.

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને IIFL કેપિટલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી) આ ઇશ્યૂનાં બેન્કર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)