ટાટા પાવર અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ ભારતના 10 સ્થળો ઉપર ફાસ્ટ-ચાર્જિંગનું વિસ્તરણ કર્યું

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2026: ટાટા પાવરે 4-વ્હીલર ઇવી નિર્માતા ટાટા પાવર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TATA.ev) સાથેની ભાગીદારીમાં ભારતના ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઆઉટમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેના 10 કો-બ્રાન્ડેડ ટાટા પાવર x TATA.ev મેગા ચાર્જર હબે ભેગા મળીને 70,000થી વધુ ચાર્જિંગ સેશન અને 85,000 કલાકથી વધુ ચાર્જિંગ કર્યું છે, 75 લાખથી વધુ ઇલેક્ટ્રિક કિલોમીટરને સપોર્ટ કરે છે તેમજ 6690 ટન કાર્બન ઉત્સર્જન રોકવામાં મદદ કરે છે.

મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વ્યૂહાત્મક રીતે સ્થિ નેટવર્કમાં 25 ફાસ્ટ ચાર્જર, 56 ચાર્જિંગ ગન અને 2.7 મેગાવોટ કુલ ક્ષમતાનો સમાવેશ થાય છે, જેમાં 180 kW થી 600 kW સુધીના ઇન્ડિવિડ્યુઅલ હબ છે, જે એકસાથે બહુવિધ ઇવી ચાર્જ કરવા સક્ષમ બનાવે છે.

ગ્રેટર નોઈડા અને આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસવે ઉપર ચાર હબ આવેલા છે, ત્રણ હૈદરાબાદ-વિજયવાડા કોરિડોર ઉપર આવેલા છે (જેમાં 7 મિડવે પ્લાઝા – સૂર્યપેટ, હોટેલ વિવેરા નારકેટપલ્લે અને આઈલેબ્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે), એક બેંગલુરુ-તિરુપતિ રૂટ (રીટ્રીટ રેસ્ટ્રો)ને સેવા આપે છે અને એક પુણે-બેંગલુરુ કોરિડોર (સાઈ ઇન્ટરનેશનલ, સાંગલી)ને સાંકળે છે. આ ઉપરાંત મુંબઈ અને હૈદરાબાદમાં ઇન્ટ્રા-સિટી મોબિલિટીને ટેકો આપતા બે હબ પણ છે.

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પાસે મુંબઈમાં લીલા મેગા ચાર્જર નામની આ ફ્લેગશીપ સાઇટ 16 ચાર્જિંગ ગન (છ 69 kW અને બે 120 kW ફાસ્ટ ચાર્જર) અને 600 kW ક્ષમતા ધરાવે છે, જે 16 ઇવી એકસાથે ચાર્જ કરવા માટે સક્ષમ છે. બિઝનેસ, ટ્રાવેલ અને લોજિસ્ટિક્સ હબને જોડતા હાઇ-ફૂટફોલ કોરિડોર પર સ્થિત તે ખાનગી ઇવી માલિકો, ટેક્સી, રાઇડ-હેલિંગ ફ્લીટ્સ અને અન્ય હાઇ-ફ્રિકવન્સી યુઝર્સને સેવા આપવા માટે ડિઝાઇન કરાઇ છે.

મોબિલિટી ઉપરાંત આ નેટવર્ક ભારતના ઇવી ચાર્જિંગ ઇકોસિસ્ટમની ઉભરતી વ્યાપારી સંભાવનાનો પણ દર્શાવે છે. તે ટાટા પાવરના 690થી વધુ શહેરો અને નગરોમાં 6,700થી વધુ પબ્લિક અને કેપ્ટિવ ચાર્જિંગ પોઈન્ટ, 2.5 લાખથી વધુ હોમ ચાર્જર અને 1,200થી વધુ બસ ચાર્જિંગ પોઈન્ટના મોટા ચાર્જિંગ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. કંપની વર્ષ 2030 સુધીમાં 10,000 જાહેર ચાર્જિંગ પોઈન્ટ અને 7.5 લાખ હોમ ચાર્જરનું લક્ષ્ય રાખે છે, જે ભારતના ગ્રીન મોબિલિટી તરફના પરિવર્તનને વેગ આપે છે.

TATA.ev મેગા ચાર્જિંગ હબ એ ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડની એક મુખ્ય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય હાઇ-સ્પીડ, વિશ્વસનીય ચાર્જિંગ હબ બનાવીને ઇવી સ્વિકાર્યતા વધારે છે, જેમાં બહુવિધ ચાર્જિંગ બે અને મુખ્ય હાઇવે કોરિડોર અને શહેરી ઇવી હોટસ્પોટ્સમાં કસ્ટમર-ફ્રેન્ડલી સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમાં ઘણા ચાર્જિંગ હબ ટાટા પાવર ઇઝએડ ચાર્જ એપ્લિકેશન દ્વારા સરળતાથી સુલભ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)