માર્કેટ લેન્સઃ NIFTY માટે 22750 મહત્વનું સપોર્ટ લેવલ તૂટશે તો 22500 જોવા મળી શકે

STOCKS TO WATCH:LICHF, IREDA, Mahindra and Mahindra, Swiggy, Zydus Life, SAIL, Rays of Belief, Prasol Chemicals, Reliance Industries, Bharti Airtel, Vodafone Idea, Honasa Consumer, HCL Tech, ITC, Ellenbarrie Industrial Gases, Zydus Life, NCC, Vikram Solar, Varmora Granito

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ NIFTYએ 23000 પોઇન્ટની મહત્વનો સપોર્ટ ગુમાવવાની સાથે સાથે સાયકોલોજિકલ લેવલ પણ તોડ્યું છે. NIFTYમાં સતત સાત અઠવાડિયાથી ઘટાડો જોવા મળ્યો છે અને હજુ સુધી તેમાં કોઈ ટ્રેન્ડ રિવર્સલ સંકેત દેખાતા નથી. NIFTY 23,000થી 23,100ના મુખ્ય સપોર્ટ ઝોનની નીચે બંધ થયો છે, જેનો અર્થ છે કે બજાર પર મંદીવાળાઓનું મજબૂત નિયંત્રણ છે.

જો NIFTYમાં ઉછાળો આવે, તો 23,000થી 23,050નો ઝોન પ્રથમ રેઝિસ્ટન્સ સાબિત થશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે. આ અગાઉ તૂટેલું સપોર્ટ લેવલ છે, તેથી ત્યાં ફરીથી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. નીચેની તરફ, 22,500નું લેવલ મહત્વનું રહેશે. તેની નીચે જવાથી NIFTY એપ્રિલ મહિનાના નીચલા લેવલ 22,182 સુધી નીચે આવી શકે છે.

બેંક NIFTYમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે હવે 54,500ના લેવલની નજીક બંધ થયો છે, જે આગામી ‘પુટ બેઝ’ (put base) એટલે કે 54,000ના લેવલની ઘણી નજીક છે. ઉપરની તરફ, 56,000 અને 57,000ની સ્ટ્રાઈક પર સૌથી વધુ ‘કોલ બેઝ’ (call base) છે, તેથી તે લેવલ્સ તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. જ્યાં સુધી આ લેવલ્સ ક્રોસ ન થાય ત્યાં સુધી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ સાઇડવેઝથી લઈને નેગેટિવ રહેવાની ધારણા બજાર પંડિતો સેવી રહ્યા છે.

NIFTY PSU બેંક ઇન્ડેક્સ ઘણો નબળો રહ્યો છે અને એકંદરે બેંકિંગ સેક્ટરમાં મોટા પાયે શોર્ટ પોઝિશન્સ જોવા મળી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે, જેનાથી ટૂંકા ગાળામાં ફુગાવાની ચિંતાઓ ઊભી થઈ છે.

ટૂંકમાં ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો માને છે કે, NIFTYએ 23,000ના લેવલ તરફ આગળ વધવા માટે સોમવારના લોઅર લેવલની નજીક, એટલે કે 22,750 પર સપોર્ટ જાળવી રાખવો જરૂરી છે. જોકે, આ લેવલની નીચે નિર્ણાયક ઘટાડો NIFTYને 22,500 તરફ ધકેલી શકે છે. બીજી તરફ, જો બેંક NIFTY સોમવારના લોઅર લેવલની નજીક રહેલા 54,400ના લેવલને જાળવી રાખવામાં નિષ્ફળ જાય, તો 54,000-53,800 તરફ વધુ નબળાઈ આવવાની શક્યતા નકારી શકાય નહીં. તેનાથી વિપરીત, જો તે 54,400ની ઉપર સતત ટકી રહે તો બેન્ક NIFTY 55,000 તરફ આગળ વધી શકે છે.

Mainboard ListingVarmora Granito
SME ListingAnand Seamless, Himalaya Nutravedics India
Stock Trades Ex-DividendLeo Dryfruits
Stocks in F&O BanLICHF, SAIL
Results Today:Ansal Properties, Mysore Paper, Panyam Cements

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)