રૅપિડાઇઝે રૂ. 200 કરોના રોકાણ સાથે માનેસરમાં ઉત્પાદન ક્ષમતા 4 ગણી કરી

દિલ્હી / અમદાવાદ, 29 સપ્ટેમ્બર: ભારતમાં સ્થિત ડીપ-ટેક ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર (ઓડીએમ) રૅપિડાઇઝે આજે હરિયાણાના માનેસરમાં પોતાની ઉત્પાદન કામગીરીના વિસ્તરણની જાહેરાત કરી છે. આ વિસ્તરણથી કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતામાં ચાર ગણો વધારો થવાની અપેક્ષા છે.
આ વિસ્તરણમાં સેક્ટર 3માં આવેલી રૅપિડાઇઝની હાલની 40,000 ચોરસ ફૂટની સુવિધા ઉપરાંત માનેસરના સેક્ટર 8માં 1,20,000 ચોરસ ફૂટની નવી સુવિધાનો સમાવેશ થાય છે. સેક્ટર 8ની નવી સુવિધામાં સરફેસ માઉન્ટ ટેક્નોલોજી (એસએમટી)ની ક્ષમતા, ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ, અને ડિજિટલ ઉત્પાદન ક્ષમતાઓ ઉમેરવામાં આવશે. તેનાથી વધુ માત્રામાં ઉત્પાદન તેમજ વધુ જટિલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોગ્રામ્સને ટેકો આપવાનું શક્ય બનશે.
વિસ્તરણના ભાગરૂપે રૅપિડાઇઝે પહેલેથી જ નવી ડ્યુઅલ-લેન એસએમટી લાઇન શરૂ કરી છે, જેના કારણે એક કલાકમાં કુલ આશરે 8 લાખ ઘટકો મૂકવાની ઉત્પાદન ક્ષમતા થઈ છે.
રૅપિડાઇઝના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ બ્રિજેશ કામાણીએ જણાવ્યું હતું કે, “રૅપિડાઇઝની સ્થાપના ડિઝાઇન એન્જિનિયરિંગ અને ઉત્પાદનને એકસાથે લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. જેમ જેમ અમે વિસ્તરણ કરી રહ્યા છીએ, તેમ તેમ માંગ વધે તે પહેલાં જ ઉત્પાદન ક્ષમતા ઊભી કરી રહ્યા છીએ, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના વિકાસમાં અડચણ ન બને. માનેસરનું વિસ્તરણ અમને ભારતમાં ડિઝાઇનથી લઈને મોટા પાયે ઉત્પાદન સુધીના વધુ મોટા અને જટિલ કાર્યક્રમો હાથ ધરવા માટે જરૂરી ઉત્પાદન આધાર આપશે. સાથે જ એઆઈ હાર્ડવેર, નેટવર્કિંગ અને કમ્પ્યુટિંગ, સંરક્ષણ તથા રેલવે ક્ષેત્રોમાં અમારી ક્ષમતાઓનો પણ વિસ્તાર થશે.”
રૅપિડાઇઝ તેની ત્રણ વર્ષની રોકાણ યોજનાના ભાગરૂપે આશરે રૂ. 200 કરોડનું રોકાણ કરી રહી છે. તબક્કાવાર કરવામાં આવનારા આ રોકાણમાં સેક્ટર 8ના વિસ્તરણ, 10 એસએમટી લાઇનની સ્થાપના તેમજ સેક્ટર 8માં ઉત્પાદન માળખાકીય સુવિધાઓના વધુ વિકાસ માટે ભંડોળનો એક હિસ્સો ફાળવવામાં આવ્યો છે. આ વિસ્તરણથી નાણાંકીય વર્ષ 2027 દરમિયાન આશરે 1,000 સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની પણ અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
