- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 મેઇનબોર્ડ અને 2 SME IPO થશે એન્ટર
HD Fire Protect અને Fusion CXના IPO ઉપર રોકાણકારોની રહેશે નજર
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ આવતા સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં પાંચ નવા IPO એન્ટર થઇ રહ્યા છે. તે પૈકી ત્રણ મેઈનબોર્ડ IPO અને બે SME IPOનો સમાવેશ થાય છે. SME IPOમાં વૈભવ વ્યાપાર (Vaibhav Vyapar) અને રવિતા એન્જિનિયરિંગ સર્વિસીસ (Ravita Engineering Services)નો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ IPOમાં એચડી ફાયર પ્રોટેક્ટ (HD Fire Protect), ફ્યુઝન સીએક્સ (Fusion CX) અને સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસ (Sahajanand Medical Technologies)નો સમાવેશ થાય છે.
HD Fire Protect IPO: ઈશ્યુ 13 ઓક્ટોબરે ખૂલશે અને 15 ઓક્ટોબરે બંધ થશે. કંપની ₹712.31 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રાઈસ બેન્ડ ₹258–₹271 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને લોટ સાઈઝ 55 શેરની છે. IPO બંધ થયા બાદ 16 ઓક્ટોબરે શેર ફાળવણી (allotment) નક્કી કરવામાં આવશે. 21 ઓક્ટોબરે NSE અને BSE પર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
Ravita Engineering Services IPO: ₹116.05 કરોડનો આ ઈશ્યુ 13 ઓક્ટોબરે ખૂલશે. પ્રતિ શેર ₹105–₹112ની પ્રાઈસ બેન્ડમાં બિડિંગ કરી શકાશે. લોટ સાઈઝ 1,200 શેરની છે. 15 ઓક્ટોબરે ઈશ્યુ બંધ થયા બાદ 16 ઓક્ટોબરે ફાળવણી નક્કી થવાની સંભાવના છે. કંપનીના શેર 21 ઓક્ટોબરે NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થાય તેવી અપેક્ષા છે.
Vaibhav Vyapaar IPO: આ ઈશ્યુ પણ 13 ઓક્ટોબરે ખૂલશે અને 15 ઓક્ટોબરે બંધ થશે. ઈશ્યુનું કદ ₹42.10 કરોડ છે. પ્રાઈસ બેન્ડ ₹51–₹54 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 2,000 શેરની છે. IPO બંધ થયા બાદ 16 ઓક્ટોબરે ફાળવણી નક્કી કરવામાં આવશે. કંપનીનું NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ 21 ઓક્ટોબરે નિર્ધારિત છે.
Fusion CX IPO: ₹702 કરોડનો આ ઇશ્યૂ 14 ઓક્ટોબરે ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ (કિંમતની શ્રેણી) પ્રતિ શેર ₹275–₹289 નક્કી કરવામાં આવી છે અને લોટ સાઈઝ 51 શેરની છે. આ ઇશ્યૂ 16 ઓક્ટોબરે બંધ થશે અને ત્યારબાદ 19 ઓક્ટોબરે શેર ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. કંપનીના શેર 22 ઓક્ટોબરે NSE અને BSE પર લિસ્ટ થવાની સંભાવના છે.
Sahajanand Medical Technologies Limited IPO : આ IPO 15 ઓક્ટોબરે ખુલશે અને 19 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ હજુ સુધી IPO માટે પ્રાઇસ બેન્ડ કે લોટ સાઈઝની જાહેરાત કરી નથી. ઉપલબ્ધ માહિતી અનુસાર, GMP ₹0 છે. એકવાર પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ જાહેર થઈ જાય પછી, રોકાણકારો તેના માટે અરજી કરવા જરૂરી લઘુત્તમ રકમનો અંદાજ લગાવી શકશે.

ન્યૂ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ
R.K. Fashion Accessories 12 ઓક્ટોબરે NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવા જઈ રહી છે. કંપનીના IPOનું મૂલ્ય ₹34.99 કરોડ હતું અને તેને 2.70 ગણો પ્રતિસાદ (સબ્સ્ક્રિપ્શન) મળ્યો હતો.
આ પાંચેય IPOની વિગતો પર એક નજર કરીએ અને જાણીએ કે કોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આશરે કેટલું જારી રહ્યું છે.
HD Fire Protect
| Opening Date: | October 13 |
| Closing Date: | October 15 |
| Price Band: | ₹258–₹271 |
| Lot Size: | 55 shares |
| GMP: | ₹75 |
| Category: | Mainboard |
Fusion CX
| Opening Date: | October 14 |
| Closing Date: | October 16 |
| Price Band: | ₹275–₹289 |
| Lot Size: | 51 shares |
| GMP: | ₹53 |
| Category: | Mainboard |
Sahajanand Medical Technologies
| Opening Date: | October 15 |
| Closing Date: | October 19 |
| Price Band: | Yet to be announced |
| Lot Size: | Yet to be announced |
| GMP: | ₹0 |
| Category: | Mainboard |
Vaibhav Vyapar
| Opening Date: | October 13 |
| Closing Date: | October 15 |
| Price Band: | ₹51–₹54 |
| Lot Size: | 2,000 shares |
| GMP: | ₹0 |
| Category: | SME |
Ravita Engineering Services
| Opening Date: | October 13 |
| Closing Date: | October 15 |
| Price Band: | ₹105–₹112 |
| Lot Size: | 1,200 shares |
| GMP: | ₹12 |
| Category: | SME |
DRAFT OFFER DOCUMENTS FILED WITH SEBI
| Date | COMPANY |
| Oct 07 | Grace Renewable Energy- DRHP |
| Oct 07 | INTEGRUM ENERGY – DRHP |
| Oct 06 | PM CONA INDUSTRIES |
| Oct 06 | Pentacle Consultants I |
| Oct 06 | Pentacle Consultants (I) – DRHP |
| Oct 05 | Electromech Infraprojects- DRHP |
| Oct 05 | Baanganga Gold & Diamond (I)- DRHP |
| Oct 05 | Inox Air Products- DRHP |
| Oct 05 | B S Sponge- DRHP |
| Oct 05 | Everbrands India- DRHP |
| Oct 05 | Arete 22 – DRHP |
| Oct 05 | PES Installations- DRHP |
| Oct 05 | Deon Energy – DRHP |
| Oct 05 | Rathod Jewellery Manufacturing – DRHP |
| Oct 05 | Inox Clean Energy – DRHP |
| Oct 05 | Rudra Green Ship Recycling – DRHP |
| Oct 05 | Sanghvi Housing and Infrastructure – DRHP |
| Oct 05 | Tenty- DRHP |
| Oct 05 | Tanvi Exports India – DRHP |
| Oct 05 | NNT DEVELOPERS – DRHP |
| Oct 05 | KATALINE – DRHP |
| Oct 05 | SHREEJIKRUPA PROJECT – DRHP |
| Oct 05 | PCI INFRAPROJECTS – DRHP |
| Oct 05 | Anarock Property Consultants – DRHP |
| Oct 01 | Kian-M Export – DRHP |

Jio Platforms IPO: રૂ. 1065- 1119ની પ્રાઇસબેન્ડથી ઇશ્યૂ લાવે તેવી સંભાવના
Jio Platforms તેના પ્રસ્તાવિત IPO માટે તૈયારી કરી રહી છે, પરંતુ સબ્સ્ક્રિપ્શનની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. કંપની દ્વારા શેર દીઠ રૂ. 1065-1119 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. કંપની રૂ. 10.3 લાખ કરોડ સુધીના વેલ્યુએશન (મૂલ્યાંકન)નું લક્ષ્ય રાખી રહી હોવાનું બજાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. નિષ્ણાતોની ગણતરી મુજબ, પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદાએ આ IPO દ્વારા લગભગ રૂ. 30,200 કરોડ એકત્ર થઈ શકે છે. જો આ કદ સાથે IPO પૂર્ણ થાય, તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની જશે. તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, Jio Platforms 27 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર બહાર પાડવાની યોજના ધરાવે છે. આ પ્રસ્તાવિત ઇશ્યૂમાં ‘ઓફર-ફોર-સેલ’નો સમાવેશ થતો નથી. કંપનીના બોર્ડ દ્વારા દસ્તાવેજને મંજૂરી મળ્યા બાદ, કંપનીએ 19 જૂન, 2026ના રોજ તેનું DRHP દાખલ કર્યું હતું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજ પર અવલોકનો (observations) જારી કર્યા છે. આ શેર BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
