અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો ‘SIDM ચેમ્પિયન એવોર્ડ 2026’

નવી દિલ્હી, 11 OCTOBER: સંરક્ષણ ઉત્પાદક કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નિકાસ કામગીરી બદલ સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SIDM) તરફથી ‘ચેમ્પિયન એવોર્ડ 2026’ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા SIDMના 8મા વાર્ષિક સત્રમાં માનનીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ અને ડિરેક્ટર જનરલ (એક્વિઝિશન) એ. અંબારાસુની ઉપસ્થિતિમાં આ સન્માન આપ્યું હતું.
અદાણી ડિફેન્સ વૈશ્વિક સ્તરે લશ્કરી અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સ્મોલ-કેલિબર (નાના કદના) દારૂગોળાનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલું કંપનીનું મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ વાર્ષિક 30 કરોડ (300 મિલિયન) રાઉન્ડ દારૂગોળો બનાવવાની ક્ષમતા ધરાવે છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરના નાટો (NATO) સ્ટાન્ડર્ડનો દારૂગોળો તૈયાર થાય છે, જે ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂત ટેકો આપે છે. કંપનીને ગત વર્ષે 2025માં પણ ડિઝાઇન અને ટેસ્ટિંગમાં શ્રેષ્ઠતા માટે આ એવોર્ડ મળ્યો હતો.
આ પ્રસંગે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઇઓ (CEO) આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવીને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવાનું છે. ડિફેન્સ અને સિક્યુરિટી ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે સ્વદેશી મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજીમાં રોકાણ ચાલુ રાખીશું.
આ ચેમ્પિયન એવોર્ડ અગાઉ ૨૦૨૫માં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના કાનપુર એમ્યુનિશન કોમ્પ્લેક્સને ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળેલા ‘SIDM ચેમ્પિયન એવોર્ડ’ બાદ મળેલું અન્ય એક મહત્વનું સન્માન છે.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ ડિફેન્સ નિકાસ 62.66% ના રેકોર્ડ ગ્રોથ સાથે ₹38,424 કરોડ પર પહોંચી છે. સરકારે વર્ષ 2029 સુધીમાં વાર્ષિક ₹50,000 કરોડની સંરક્ષણ નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં અદાણી ડિફેન્સ જેવી ખાનગી કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
