- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
Jio Platforms: દેશના સૌથી મોટા IPO માટેની પ્રાઇસ બેન્ડ રૂ. 1,065-1,119 નક્કી કરાઇ

ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 206 (18 ટકા) આસપાસ બોલાતું હોવાની ચર્ચા
અમદાવાદ, 15 ઓક્ટોબરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ શાખા, Jio Platforms Ltd (જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ) એ તેના IPO માટે શેરદીઠ રૂ. 1,065-1,119ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPO દ્વારા કંપની રૂ. 30,213 કરોડ સુધીની રકમ એકત્ર કરી શકે છે, જે તેને ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનાવશે. IPOમાં રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ સુધીના નવા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આઇપીઓ બુધવાર, 21 ઓક્ટોબરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને શુક્રવાર, 23 ઓક્ટોબરના રોજ બંધ થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિયમનકારી સંસ્થાઓને આપવામાં આવેલી માહિતી મુજબ, એન્કર રોકાણકારો માટે બિડિંગ પ્રક્રિયા સોમવાર, 19 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરના રોજ થવાની અપેક્ષા છે. બિનસત્તાવાર ગ્રે માર્કેટમાં આઇપીઓનું શેરદીઠ પ્રિમિયમ રૂ. 206 એટલેકે 18 ટકા આસપાસ ચાલી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Jio Platformsના બોર્ડની IPO સમિતિએ બુધવારે મળેલી બેઠકમાં આ પ્રાઇસ બેન્ડને મંજૂરી આપી હતી. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલા હિસ્સા હેઠળ અરજી કરનારા પાત્ર કર્મચારીઓને શેરદીઠ રૂ. 54 નું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે. ફાઇલિંગ મુજબ, આ શેર વેચાણમાં બે અનામત હિસ્સા છે: Jio Platformsના પાત્ર કર્મચારીઓ માટે રૂ. 500 કરોડ સુધીનો હિસ્સો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાત્ર શેરધારકો માટે રૂ. 2,500 કરોડ સુધીનો હિસ્સો. Jio Platformsનો IPO હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના રૂ. 27,859 કરોડના રેકોર્ડ ઇશ્યૂ કરતાં પણ મોટો ઇશ્યૂ પૂરવાર થવાની માર્કેટ પંડિતો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શેર માટે બિડ કરવાની રહેશે અને ત્યારબાદ 12 ના ગુણાંકમાં અરજી કરી શકાશે. પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા મુજબ, એક લોટની કિંમત રૂ. 13,428 ભરવાની રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
