અમદાવાદ, 7 ફેબ્રુઆરી: પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવશે. ભારતમાં 29 ક્ષેત્રોની કુલ 8,02,639 સહકારી સોસાયટીમાંથી 81,307 સહકારી સોસાયટીઓ ગુજરાતમાં આવેલી છે. આ માહિતી સહકારીતા મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ફેબ્રુઆરી 7, 2024ના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. 

ડેરી અને ફિશરીઝ સહકારી મંડળીઓને જિલ્લા સહકારી કેન્દ્રિય બેન્ક (DCCBs) અને રાજ્ય સહકારી બેન્ક (StCBs)ના બેન્ક મિત્ર બનાવી શકાય. તેમના વ્યવસાય કરવાની સરળતા, પારદર્શિતા અને નાણાકિય સમાવેશને સુનિશ્ચિત કરવા માટે ડોર-સ્ટેપ ફાઇનાન્સિઅલ સર્વિસીસ પૂરી પાડવા નાબાર્ડ દ્વારા બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવે છે. બીજી એક પહેલમાં, DCCBs/StCBsની પહોંચને વિસ્તારવા તથા ડેરી કોઓપરેટીવ સોસાયટીના સભ્યોને જરૂરી નાણાં પૂરા પાડવા રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ છે, જેથી સહકારી મંડળીના સભાસદોને ઘણાં નીચા વ્યાજદરે ધિરાણ આપી શકાય અને તેમને નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવી શકાય.

અર્બન કો.ઓપ. બેન્કોની હાઉસિંગ લોનની મર્યાદા રૂ. 30 લાખથી બમણી કરીને રૂ. 60 લાખ કરવામાં આવી છે અને ગ્રામીણ સહકારી બેન્કોની મર્યાદા અઢી ગણી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવી છે. સરકારે ત્રણ નવી રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ સોસાયટીની સ્થાપના કરી છે: 1) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સીડ સોસાયટી – પ્રમાણિત બિયારણ માટે 2) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ ઓર્ગેનિક સોસાયટી – ઓર્ગેનિક ખેતી માટે 3) નેશનલ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ એક્સપોર્ટ સોસયટી – નિકાસને પ્રોત્સાહન આપવા માટે.

સહકારી ક્ષેત્રમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ માટે, ઇન્ફ્રોર્મેશન ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સેન્ટ્રલ રજીસ્ટ્રારની ઓફિસનું ક્મ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ સોસાયટીઝ માટે ડિજીટલ ઇકોસિસ્ટમ તૈયાર કરી શકાય. આર.સી.એસ. ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશનના સેન્ટ્રલી સ્પોન્સર્ડ પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી પ્રોઝલ મળી છે, જેમાંથી 30 મંજૂર કરવામાં આવી છે. લાંબાગાળાના સહકારી ધિરાણના માળખાને મજબૂત કરવા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્કોના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશનનો પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂરી કરવામાં આવ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)