અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો

અમદાવાદ, 23 ઓક્ટોબર ૨૦૨૬: CGD કંપનીઓમાંની  અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના  પૂરા થયેલા બીજા ત્રિમાસિક  અને અર્ધ વાર્ષિકના તેના કામકાજ અને નાણાકીય પ્રદર્શનના પરિણામોની આજે જાહેરાત કરી છે.

અદાણી ટોટાલ ગેસ લિ.ના સી.ઇ.ઓ સંજય પંડિતાએ આ ગાળામાં કંપનીના પ્રદર્શન વિષે જણાવ્યું હતું કે કંપનીના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૨% અને આવકમાં ૩૪% નો વધારો થવા સાથે વાર્ષિક ધોરણે મજબૂત ડબલ ડિજિટ એબિડટામાં  વૃદ્ધિ પ્રાપ્ત કરવા કંપનીને સક્ષમ બનાવી છે.

અહેવાલના સમય ગાળા દરમિયાન CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ ૩૧૫ MMSCM વાર્ષિક ધોરણે ૧૨%નો વધારો દર્શાવે છે આ ગાળામાં ૧૬ નવા સ્ટેશનો ઉમેરવા સાથે  CNG સ્ટેશનોની સંખ્યા વધીને ૭૨૩ થઈ છે.જ્યારે ૩૯,૫૭૪ નવા ઘરોને જોડવા સાથે, ઘરેલુ PNG જોડાણોની સંખ્યા વધીને ૧૧.૮૧ લાખ પહોંચી છે. ૪૪૨ નવા ગ્રાહકોની વૃધ્ધિ સાથે, ઔદ્યોગિક અને વ્યાપારી જોડાણો વધીને ૧૦,૮૬૪ થયા છે. સ્ટીલ પાઇપલાઇન નેટવર્કમાં ૩૧૮ ઇંચ-કિમીનો વિસ્તાર થતા હવે કુલ ૧૬,૩૦૫ ઇંચ-કિમી થયો છે.

બીજા ત્રિમાસિક દરમિયાન ‘IOAGPL’સાથે સંયુક્ત સાહસ સહિત સમગ્ર ભારતમાં થયેલા વિસ્તરણ અનુસાર CNG અને PNGનો સંયુક્ત જથ્થામાં વાર્ષિક ધોરણે ૫૨૯ MMSCM થયો છે જે 18%નો વધારો દર્શાવે છે. દેશભરમાં ૧,૧૮૫ CNG સ્ટેશનોના સંયુક્ત નેટવર્કમાં ૧૮ નવા સ્ટેશનોનો ઉમેરો થયો છે. દરરોજ ૬૦ લાખથી વધુ લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા PNG ઘરગથ્થુ જોડાણોની સંખ્યા ૧૪.૩૧ લાખને વટાવી ગઈ છે. અંદાજે ૬૦૦ નવા ગ્રાહકોના ઉમેરા સાથે ઔદ્યોગિક અને વ્યાવસાયિક જોડાણો વધીને ૧૨,૯૨૫ થયા છે. આ ગાળામાં કુલ ૨૯,૧૫૬ ઇંચ-કિમી સ્ટીલ પાઇપલાઇન નેટવર્કનું નિર્માણકાર્ય  પૂર્ણ થયું છે.

વાર્ષિક ધોરણે ગત નાણા વર્ષના સમાન ગાળાની રુ.૧૫૬૯ કરોડની આવકની તુલનાએ ચાલુ વર્ષના આ ગાળામાં ૩૪% વધી રુ.૨૧૦૨ કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયની રુ. ૩૦૬૦ કરોડની આવક સામે ચાલુ વર્ષના સમાન સમયમાં ૩૧%ના વધારા સાથે રુ.૩,૯૯૯ કરોડ થઇ છે. ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો રુ.૧૬૨ કરોડ સામે ચાલુ વર્ષના સરખા સમયમાં ૩% વધી રુ.૧૬૭ કરોડ થયો છે.  ગત વર્ષના પ્રથમ છ માસિકમાં કર બાદનો નફો રુ.૩૨૪ કરોડ સામે ૭% ઘટી ચાલુ વર્ષના સમાન ગાળામાં રુ. ૩૦૦ કરોડ થયો છે. જ્યારે રોકડ નફો ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં રુ.૨૩૫ કરોડ સામે ૮% વધી ચાલુ વર્ષના સમાન ગાળામાં રુ.૨૫૪ કરોડ થયો છે. જ્યારે ગત વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રોકડ નફો રુ.૪૬૨ કરોડ હતો જે ૧% ઘટી રુ.૪૫૮ કરોડ થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)