અદાણી એન્ટરપ્રાઇઝ: છ માસિકમાં ૫૬% વૃદ્ધિ સાથે રુ.૧૧,૯૫૮ કરોડ EBITDA
અમદાવાદ, 29 ઓક્ટોબર, ૨૦૨૬: અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમય ગાળાના પરિણામો જાહેર કર્યા હતા.
તદનુસાર નાણા વર્ષ-૨૭ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૬૨% વધીને રૂ. ૭૧,૫૬૯ કરોડ થઇ છે. જ્યારે EBITDA ૫૬% વધી રૂ. ૧૧,૯૫૮ કરોડ પ્રાપ્ત થયો છે. વર્તમાન કામકાજમાંથી કર પહેલાનો નફો (PBT) ૪૫% વધીને રૂ. ૩,૨૯૭ કરોડ થયો છે. અહેવાલના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે આવક ૭૪% વધીને રૂ. ૩૮,૦૨૩ કરોડ થઇ છે. આ ગાળામાં એબિડટા ૬૨% વધીને રૂ. ૬,૩૧૬ કરોડ પ્રાપ્ત થયો છે. ચાલુ કામગીરીમાંથી મળતો કર પૂર્વેનો નફો ૧૪૬% વધી રૂ. ૨,૦૦૨ કરોડ થયો હતો.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભાવિ તકો ઝડપી લેવા પહેલા કરતાં અમે વધુ સારી સ્થિતિમાં છીએ. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી છીએ તેથી અમારી પોતાની વિકાસ ગાથામાં વિશ્વાસ રાખીએ છીએ.
અહેવાલના સમય દરમિયાન ૪.૩ ગીગાવોટ ક્ષમતાની ‘TopCon’ લાઇન કાર્યરત થતા અનિલની સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વધીને ૧૦ ગીગાવોટ થઈ છે. અદાણીકોનેક્સએ નવી મુંબઈ ડેટા સેન્ટર માટે ૨૪૦ ગીગાવોટ ક્ષમતાનો નવો ‘હાયપરસ્કેલ’ ઓર્ડર મેળવ્યો છે. કોપર પ્લાન્ટમાં ઉત્પાદન અને કામગીરીમાં ચાલુ રહેલા વધારાના પરિણામે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેચાણમાં ૫.૨ ગણો વધારો નોંધાયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ઇતિહાસમાં CARE દ્વારા અત્યાર સુધીનું સર્વોચ્ચ લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને ‘AA / સ્ટેબલ’ કરવામાં આવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
