માર્કેટ લેન્સઃ માર્કેટ મૂડ પોઝિટિવ, NIFTY માટે 24800 સપોર્ટ, 25500 રેઝિસ્ટન્સ

STOCKS TO WATCH TODAY:Kalyan Jewellers, Avanti Feeds, Matrimony, Cochin Shipyard, MRF, Whirlpool, IIFL Finance, Ashoka Buildcon, HLE Glascoat, IRB Infrastructure, GPT Infra, RIL, JIO FINANCE, JPL, BSE, NSE, TECHNOE, CAMLIN, UJJIVANSF BANK

અમદાવાદ, 11 નવેમ્બરઃ NIFTYએ ડેઇલી ચાર્ટ પર લોંગ લોઅર શેડો ધરાવતી નાની બોડીવાળી બેરિશ કેન્ડલ બનાવી છે, જ્યારે ક્લોઝિંગના આધારે 24,800ના લેવલને મજબૂતીથી જાળવી રાખ્યું છે. આ એક સ્વસ્થ ટ્રેન્ડના ચાલુ રહેવાનો સંકેત આપે છે, જેને નીચલા લેવલ્સ પર જોવા મળતી મજબૂત ખરીદીનું સમર્થન છે. NIFTY તેના 50-દિવસીય અને 200-દિવસીય EMAની ઉપર રહ્યો છે, અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજ ઉપરની તરફ ગતિ કરી રહ્યા છે. RSI 70ના લેવલની ઉપર 77.88 પર સ્થિર છે, જે મજબૂત બુલિશ ગતિ દર્શાવે છે, જોકે તે ઓવરબોટ સ્થિતિનો પણ સંકેત આપે છે.

દરમિયાન, MACD એ ઉપરની તરફની મજબૂત ગતિ જાળવી રાખી છે, જોકે સતત આઠ સત્રો સુધી વધ્યા પછી, ગ્રીન હિસ્ટોગ્રામ બારની ગતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે, આ ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે વ્યાપક તેજીનો ટ્રેન્ડ અકબંધ છે અને તેમાં મજબૂત ગતિ રહેલી છે, ભલે નજીકના ગાળામાં થોડું કન્સોલિડેશન જોવા મળી શકે.

ચાલુ કન્સોલિડેશન જેને તેજીના ટ્રેન્ડમાં સ્વસ્થ માનવામાં આવે છે. તેમ છતાં, બજારનું વ્યાપક માળખું મજબૂત છે, કારણ કે NIFTY સતત હાયર હાઈ અને હાયર લો બનાવી રહ્યો છે. બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને બેરલ દીઠ આશરે $90 સુધી પહોંચી ગયા છે. આ પરિસ્થિતિને જોતા, આગામી સત્રમાં NIFTY 25,200ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં તેવું ટેકનિકલ નિષ્ણાતો સજેસ્ટ કરી રહ્યા છે. જો તે આ લેવલની ઉપર નિર્ણાયક રીતે આગળ વધે, તો તે 25,500 (એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ) અને ત્યારબાદ 25,900–26,000ના ઝોન સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી શકે છે. બજારના નિષ્ણાતોના મતે, નીચેની તરફ 24,800નું લેવલ તાત્કાલિક મુખ્ય સપોર્ટ તરીકે કામ કરી શકે તેવી શક્યતા છે.

છેલ્લા બે અઠવાડિયામાં લગભગ 5,750 પોઈન્ટના તીવ્ર ઉછાળા બાદ, બેંક NIFTY ટેકનિકલ દૃષ્ટિએ ‘ઓવરસ્ટ્રેચ્ડ’ જણાય છે, જેના કારણે નજીકના ગાળામાં ‘પ્રોફિટ બુકિંગ’ થવાની શક્યતા વધી જાય છે. વધુમાં, 4 માર્ચ, 2026ના રોજ રચાયેલ ‘બેરિશ ગેપ’ હવે ભરાઈ જવાના આરે છે, જે એક મહત્વપૂર્ણ ટેકનિકલ ઘટના છે. બેંક NIFTY તેના અગાઉના 58,600- 58,700ના ‘રેઝિસ્ટન્સ’ની ઉપર મજબૂતીથી બંધ છે અને છેલ્લા કેટલાક સત્રોથી તે લેવલની ઉપર ટકી રહ્યો છે, જે દર્શાવે છે કે બજારમાં તેજી વાળાનું વર્ચસ્વ મજબૂત છે.

જો બેન્ક NIFTY ઘટીને ફરીથી 58,600- 58,700ના લેવલની નજીક આવે, તો ત્યાં નવી ખરીદી જોવા મળી શકે છે. ઉપરની તરફ, પ્રથમ રેઝિસ્ટન્સ 60,177 થી 60,439નો ઝોન છે, જે ફેબ્રુઆરી 2026માં રહી ગયેલો ‘ગેપ’ વિસ્તાર છે. જો બેંક NIFTY આ લેવલને સ્પષ્ટપણે પાર કરી જાય, તો તે તેના ઓલટાઇમ હાઇ લેવલ 61,765 સુધી પહોંચી શકે છે.

Results Today:Tata Power, Bajaj Hindusthan Sugar, EAAA India, Garden Reach Shipbuilders, Hindustan Copper, Lalithaa Jewellery, Lotus Eye Hospital, Mishra Dhatu Nigam, Power Mech Projects, Talbros Automotive, Triveni Turbine
SME ListingAntala Industries
Stocks Trade Ex-DividendAurobindo Pharma, Balkrishna Industries, Balrampur Chini, Chambal Fertilisers, Container Corporation, ADF Foods, Galaxy Surfactants, GPT Infraprojects, HUDCO, JM Financial, Dr Lal PathLab, Navneet Education, NBCC, NRB Bearings, PDS, Premier Energies, RITES, SNL Bearings, Sonata Software
Stock Trades Ex-Date for Income DistributionIndiGrid Infrastructure Trust
Stocks Trade Ex-Date for RightsEvonile Pharma, Zodiac-JRD-MKJ
Stock Trades Ex-Date for Buy BackJyothy Labs
Stock in F&O BanKaynes

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)