અદાણીની કચ્છ કોપર પ્રતિષ્ઠિત ‘કોપર માર્ક’ મેળવનારી પ્રથમ ભારતીય ઉત્પાદક બની

અમદાવાદ તા.12 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. ના એક એકમ અને એક જ સ્થળે આવેલ વિશ્વના સૌથી મોટા કોપર સ્મેલ્ટર્સ સંચાલકોમાંની એક  કચ્છ કોપર લિ.ને અગાઉ કોપર માર્ક તરીકેનું પ્રખ્યાત પ્રતિષ્ઠિત વેરામાર્ક એશ્યોરન્સ પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં  હવે તે એક જવાબદાર કોપર ઉત્પાદનના વૈશ્વિક માળખા હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ભારતીય ઉત્પાદક બની હોવાની આજે જાહેરાત કરવામાં આવી છે.

     કોપર, નિકલ અને ઝીંકના મૂલ્યની શ્રેણીમાં જવાબદાર ધારાધોરણને પ્રોત્સાહન આપતું વેરામાર્ક એશ્યોરન્સ એ એક અગ્રણી સ્વતંત્ર માળખું છે. પર્યાવરણીય, સામાજિક અને સુશાસનના  પ્રદર્શનનું ચુસ્ત, સ્વતંત્ર થર્ડ-પાર્ટી ઓડિટનું પાલન કરનાર કંપનીઓને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. 

    અદાણી નેચરલ રિસોર્સિસના સી.ઈ.ઓ  અને કચ્છ કોપર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે  ભારતીય ઉત્પાદક કંપનીએ પ્રથમવાર  હાંસલ કરેલ ‘કોપર માર્કની સિદ્ધિ  વિષે  જણાવ્યું હતું કે, “આ પ્રમાણપત્ર ટકાઉ અને જવાબદાર ઉત્પાદન પ્રત્યેની અમારી અતૂટ નિષ્ઠા દર્શાવે છે. આ  સીમાચિહ્નરુપ સિધ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે કચ્છ કોપરને માન્યતા પ્રાપ્ત ધોરણોનું પાલન કરતા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોના આગલી સમૂહમાં મૂકે છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક વીજળીકરણ, રિન્યુએબલ એનર્જી, આધુનિક ગતિશીલતા  અને તેના અંતરંગ માળખામાં તાંબાનો વપરાશ વધુ મહત્વનો બની રહ્યો છે, ત્યારે ભારતના ભવિષ્યને ઊર્જાવાન બનાવવા માટે જરૂરી પર્યાવરણીય તથા સામાજિક જવાબદારીના સર્વોચ્ચ વૈશ્વિક ધોરણોનું પાલન કરી ઉચ્ચ ગુણવત્તાની ધાતુ પૂરી પાડવા માટે કચ્છ કોપર પ્રતિબદ્ધ છે.

       કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત જવાબદાર ઉત્પાદનના ધોરણોનું પાલન કરે છે તેનું આ પ્રમાણ છે. ઉપરાંત ખાસ કરીને જવાબદાર વપરાશ અને ઉત્પાદન સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs), SDG-12ને આગળ વધારવામાં પણ સહાયરૂપ બને છે.    

    વેરામાર્ક એશ્યોરન્સ કે કોપર માર્કનું માળખું વિશ્વની બીએચપી.,રીઓ ટિન્ટો, ફ્રીપોર્ટ-મેકમૌરન,એન્ટોફેગસ્ટા,ઔરૂબિસ જેવી અગ્રણી માઇનિંગ અને મેટલ્સ કંપનીઓએ અપનાવ્યું છે.તે સમયાંતરે પુનઃમૂલ્યાંકન દ્વારા પારદર્શિતા, જવાબદારી અને સતત સુધારણાને પ્રોત્સાહન આપતું હોવાથી પ્રમાણિત થયેલી સુવિધાઓ જવાબદાર ઉત્પાદન પ્રત્યેની વૈશ્વિક અપેક્ષાઓ પર ખરી ઉતરવા સતત પ્રયાસ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)