મુંબઇઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વિશ્વનાં અગ્રણી ડેરિવેટિવ્સ માર્કેટપ્લેસ CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે NSE ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાનાં મૂલ્યમાં NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે. NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સનાં ઉમેરાથી NSE પ્રોડક્ટ ઓફર અને એકંદર કોમોડિટી સેગમેન્ટનું વિસ્તરણ થશે. NSEએ વધારાનાં ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ લોંચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને અરજી કરી હતી.

NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિશ્નને જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી મળવાને પગલે NSE હવે આ બે વૈશ્વિક માપદંડોનાં ફ્યુચર્સ ટ્રેડિંગ ઉપલબ્ધ કરી શકશે, જેનું સેટલમેન્ટ NSEનાં પ્લેટફોર્મ પર ભારતીય રૂપિયામાં કરવામાં આવશે. NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) કોન્ટ્રાક્ટ્સ વિશ્વમાં સૌથી વધુ ટ્રેડિંગ થતાં કોમોડિટી ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સમાં સ્થાન પામે છે અને વિશ્વભરનાં માર્કેટ પાર્ટિસિપન્ટ તેમાં રસ ધરાવે છે. તેનાંથી અમને અમારાં એનર્જી બાસ્કેટનો વ્યાપ વધારવામાં મદદ મળશે અને અમને આશા છે કે આ કોન્ટ્રાકટ્સ ભારતનાં માર્કેટ પાર્ટિસિપન્ટ્સને તેમની પ્રાઇસ રિસ્ક મેનેજેન્ટ પ્રવૃત્તિ અને ટ્રેડિંગના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ સાબિત થશે.