અમદાવાદ, 28 એપ્રિલ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL) વ્યાપક માળખાકીય વિકાસ મારફત ભારતના ઊર્જા ક્ષેત્રમાં  આમૂલ પરિવર્તન લાવવાના તેના મિશનને દર્શાવતા 31 માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા અંતિમ ત્રિમાસી અને સમગ્ર નાણા વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય ગતીવિધી અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે.

કંપનીનું સમગ્ર લક્ષ્ય સ્થિર પ્રણાલી, સમજપુર્વકના નાણાકીય આયોજન સાથે માપાંકિત વિસ્તરણ અને લાંબા ગાળાનું ટકાઉપણુંતથાગ્રાહકના વિશ્વાસને મજબૂતીથી જાળવી રાખીને શ્રેષ્ઠ કામકાજ સુનિશ્ચિત કરવા પર રહ્યું છે. કંપનીએ CNG, PNG અને e ગતિશીલતામાં અમારા સ્વચ્છ ઉર્જા માળખાને સુદ્રઢ બનાવવાનું ચાલુ રાખવાના પરિણામે EV ચાર્જ પોઈન્ટના 5,100 ના આંકને પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાનકંપનીએ સુધારા તરફી ટકાઉપણાના રેટિંગ દ્વારા ESG પ્રદર્શનતેના પીઅર જૂથમાં અગ્રણી ESG પ્રદર્શનકારોમાં તેની સ્થિતિને તાકાતવાન બનાવી છે.

૨૦૩૦સુધીમાં કુદરતી ગેસને ઉર્જા મિશ્રણના 15% સુધી વધારવાના ભારતના વિઝન સાથે તાલમેલમાં રહીATGLદેશને ગેસ આધારિત અને સ્વચ્છ ઉર્જા અર્થતંત્રની દીશામાં સંક્રમણને ટેકો આપવા માટે સંગીન સ્થિતિમાં છે.નાણાકીય વર્ષ 26 માં વાર્ષિક ધોરણે સતત બે આંકડામાં વોલ્યુમ 14% વધીને1,133MMSCM અને વાર્ષિક ધોરણે એબિડટા 5%ના વધારા સાથે રુ.1,225 કરોડ પ્રાપ્ત થયો છે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે વોલ્યુમ ૧૩%ની વૃદ્ધિ સાથે 297MMSCM અને એબિડટારુ.310 કરોડ હાંસલ થયો હતો.

CNG નેટવર્કનો વિસ્તાર 705 સ્ટેશનો સુધી વિસ્તર્યો છે જ્યારે PNG જોડાણ 11 લાખ ઘરો સુધી પહોંચ્યા છે. આ ગાળામાં 25 નવા CNG સ્ટેશન ઉમેરાતા સ્ટેશનોની સંખ્યા વધીને 705 થઇ છે. આ સમય દરમિયાન PNGના જોડાણો હેઠળ 49,504 નવા આવાસો આવરી લઇને આ સંખ્યા 10.99 લાખ થઇ છે. સમાન ગાળામાં 214 નવા ગ્રાહકો ઉમેરાતાં ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણોની સંખ્યા વધીને 9965 થઇ છે. સ્ટીલ પાઇપ્ લાઇન બિછાવવાનું નેટવર્ક 15,572 કિમી. સંપ્પન થયું છે.

સમગ્ર ભારતમાં સરખા સમય ગાળામાં કંપનીના IOAGPL સાથે સંયુકત પગદંડો વિસ્તર્યો છે.તે મુજબ CNG અને PNGનુંસંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે 15% વધારા સાથે 433MMSCMથયું છે.આ ગાળામાં 49 નવા સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે, જેમાં CNGસ્ટેશનોનું સંયુક્ત નેટવર્ક 1,169 થયું છે. દૈનિક 50 લાખથી વધુ લોકોને સ્પર્શતાPNGના આવાસજોડાણનો આંક 13.1 લાખને વટાવી ગયો છે. આ ગાળામાં 429 નવા ગ્રાહકો ઉમેરીને ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણો વધીને 11,529 થયા છે.  સ્ટીલ પાઇપલાઇન નેટવર્કનું સંચિત 28,005 ઇંચ કિમીનું કામ આ ગાળામાં પૂર્ણ થયું હતું.

અદાણી ટોટાલએનર્જીઝ ઈ-મોબિલિટી લિ.એ(ATEL)હાલ 26 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 226 શહેરોમાં 5,100 કરેલા EV ચાર્જ પોઈન્ટ્સ ઇન્સ્ટોલ કરી તેનો વિસ્તાર્યો છેસ્થાપિત ક્ષમતા વધીને ~54 મેગાવોટથઈ છેઅદાણી ટોટલએનર્જીઝ બાયોમાસ લિ. (ATBL)એ નાણાકીય વર્ષ 26માં કુલ 1654MT CBGનું વેચાણ કર્યું હતું, જેમાં કંપનીના CBG DODO સ્ટેશનથી 888 ટનનો સમાવેશ થાય છે.સમગ્ર નાણા વર્ષમાં, આથો કાર્બનિક ખાતર(FOM) નું વેચાણ 1500થીવધુ ટનના આંકને વટાવી ગયુંછે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વેચાણ સાથે, ત્રણેય ત્રિમાસીના સંયુક્ત વેચાણ કરતા 50% વધુ છે.

નાણા વર્ષ 26 ના આખરી ત્રિમાસીમાં અદાણી ટોટાલ ગેસ લિ.નાવાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની માહિતી મુજબ આવક 16% વધીને રુ.1,696 કરોડ થઈ છે.એબિડટા13% વધીને રુ.310 કરોડ નોંધાયો છે. સમાન ગાળામાં કર બાદનો નફો 4%વધારા સાથે રુ.156 કરોડ નોંધાયો છે.  સરખા ગાળામાં સંયુક્ત આવક કર બાદનો નફો 9% વધીને રુ.168 કરોડ થયો છે. સમગ્ર નાણાકીય વર્ષ 26 દરમિયાન વાર્ષિક ધોરણે એકીકૃત આવક 18% વધીને રુ.6415 કરોડ થઈ છે. એબિડટા 5% વધીને રુ.1225 કરોડ હાંસલ થયો છે. આ ગાળામાં કર બાદનો નફો રુ.637 કરોડ થયો છે.અને એકીકૃત કર બાદનો નફો રુ.656 કરોડ થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)