અંબુજા સિમેન્ટઃ વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, 31 ટકાની વૃદ્ધિ
અમદાવાદ, 5 મે: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે. નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ અસર કરી. આ પરિસ્થિતિ વચ્ચે અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ, રૂ. 40,656 કરોડની આવક, રૂ. 6,539 કરોડ એબિટા (પ્રતિ મેટ્રિક ટન રૂ. 887) અને રૂ. 2,647 કરોડના નોર્મલાઇઝ્ડ ચોખ્ખા નફા સાથે મજબૂત પ્રદર્શન આપ્યું. નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં 19.9 મિલિયન ટન વોલ્યુમ, રૂ. 10,915 કરોડની આવક અને રૂ. 1,464 કરોડ એબિટા સાથે અમે અમારી કામગીરી જાળવી રાખી છે. તેવું અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ વિનોદ બહેતીએ જણાવ્યું હતું.
બેલેન્સ શીટઃ
| રૂ. 71,846 કરોડની નેટવર્થ અને રૂ. 1,770 કરોડ રોકડ તથા રોકડ સમકક્ષ સાથે દેવા-મુક્ત બેલેન્સ શીટ | ક્રિસિલ અને કેર તરફથી AAA / A1+ ક્રેડિટ રેટિંગ; મૂડી ખર્ચ કાર્યક્રમ માટે મજબૂત કેશ ફ્લો |
Consolidated Financial Performance:
| Particulars | UoM | Q4 FY26 | Q4 FY25 | FY26 | FY25 |
| Sales Volume (Cement) | Mn T | 19.9 | 18.2 | 73.7 | 63.5 |
| Revenue from Operations | Rs. Cr | 10,915 | 9,981 | 40,656 | 35,3361 |
| Operating EBITDA & Margin | Rs. Cr | 1,464 | 1,868 | 6,539 | 5,9711 |
| % | 13.4% | 18.7% | 16.1% | 16.9%1 | |
| Rs. PMT | 735 | 1,028 | 887 | 9401 | |
| PAT 2 (Normalised) | Rs. Cr | 569 | 856 | 2,647 | 2,255 |
| EPS – Diluted | Rs. | 7.4 | 4.2 | 19.0 | 17.5 |
Reconciliation of ‘Reported PAT to Normalized PAT’ provided in investor deck slide no 23
ઇન્ડસ્ટ્રી આઉટલૂકઃ
નાણાંકીય વર્ષ 2026 દરમિયાન સિમેન્ટની માંગ મજબૂત રહી હતી. તેમ છતાં, નાણાંકીય વર્ષ 2027 માટે માંગ વૃદ્ધિ આશરે 5 ટકા જેટલી નરમ રહેવાની શક્યતા છે. સામાન્ય કરતાં ઓછા વરસાદના પ્રારંભિક અનુમાનને ધ્યાનમાં લેતાં કૃષિ ઉત્પાદન અને રહેણાંક માંગ પર તેની નકારાત્મક અસર થઈ શકે છે. ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઇંધણના ભાવમાં અસ્થિરતા પણ જોવા મળી શકે છે. કંપની પોતાના પોર્ટફોલિયોમાં બ્રાન્ડ પેનિટ્રેશન મજબૂત બનાવવા, ટ્રેડ સેલ્સમાં વધારો કરવા અને પ્રીમિયમાઇઝેશનને આગળ વધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત રાખી રહી છે. નજીકના સમયના ભૂરાજકીય પડકારો છતાં ભારતની લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિની દિશા મજબૂત જ રહેવાની અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
