મુંબઈ, 5 મે 2026: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવા ફંડ ઓફરિંગ એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે અને રોકાણકારોને ભારતના ઝડપી ગતિએ વિકસતી કેપિટલ માર્કેટ્સ ઇકોસિસ્ટમમાં ટાર્ગેટેડ એક્સ્પોઝર પ્રદાન કરે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 4 મે, 2026થી શરૂ થશે અને 15 મે, 2026એ બંધ થશે. આ ફંડનો હેતુ ખર્ચ પહેલાં, ટ્રેકિંગ એરરને આધિન રહીને, નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ટીઆરઆઈના પ્રદર્શનને નજીકથી અનુરૂપ વળતર આપવાનો છે.

માર્ચ 2026 સુધીમાં સરેરાશ એસેટ્સ અંડર મેનેજમેન્ટ લગભગ રૂ. 79 લાખ કરોડ જેટલી છે, જેને રેકોર્ડ સ્તરના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્રવાહોથી ટેકો મળ્યો છે. તેમ છતાં, મ્યુચ્યુઅલ ફંડની પહોંચ હજુ મર્યાદિત છે, કારણ કે ભારતમાં એયુએમથી જીડીપી રેશિયો 20 ટકા કરતા ઓછો છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં ઘણું ઓછો છે. આથી વૃદ્ધિ માટે મોટી સંભાવના દેખાય છે. આ પરિસ્થિતિમાં, નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ નાણાંકીય બજાર ઇકોસિસ્ટમના મુખ્ય ક્ષેત્રો જેમ કે એક્સચેન્જીસ, એસેટ મેનેજર્સ, બ્રોકરેજ અને ડિપોઝિટરીઝને આવરી લે છે અને રોકાણકારોને ભારતના કેપિટલ માર્કેટ્સની લાંબા ગાળાની વૃદ્ધિમાં પારદર્શક રીતે ભાગ લેવાનો માર્ગ આપે છે.

એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ

એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ આધારભૂત ઇન્ડેક્સને અનુસરીને કેપિટલ માર્કેટ્સના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વિવિધ કંપનીઓમાં રોકાણ કરવાની તક આપે છે. આધારભૂત ઇન્ડેક્સમાં નિફ્ટી 500 યુનિવર્સમાંથી કેપિટલ માર્કેટ્સ સંબંધિત ઉદ્યોગોમાં આવતી કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, એક્સચેન્જ અને ડેટા પ્લેટફોર્મ્સ, સ્ટોકબ્રોકિંગ ફર્મ્સ અને ડિપોઝિટરી સર્વિસીસનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત વેઇટિંગ પદ્ધતિને અનુસરે છે અને તેમાં સ્ટોક મર્યાદાઓ સાથે અર્ધવાર્ષિક પુનઃસંતુલન કરવામાં આવે છે.

આ લોન્ચ અંગે એક્સિસ એએમસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે, “ભારતના કેપિટલ માર્કેટ્સ હવે વધુ ઊંડાણ અને વ્યાપક ભાગીદારીના માળખાકીય તબક્કામાં પ્રવેશી રહ્યા છે, જેને મજબૂત ઘરેલુ પ્રવાહ, વધતી રિટેલ ભાગીદારી અને બચતના સતત ઔપચારિકીકરણનો આધાર મળી રહ્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ તરીકે અમે આને લાંબા ગાળાની તક તરીકે જોઈએ છીએ, જે માત્ર બજાર સ્તર પર જ નહીં પરંતુ આ વૃદ્ધિને શક્ય બનાવતા સમગ્ર ઇકોસિસ્ટમમાં પણ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “એક્સિસ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ દ્વારા અમે અમારી પેસિવ ઇન્વેસ્ટમેન્ટ શ્રેણીને વિસ્તારી રહ્યા છીએ, જેથી રોકાણકારોને આ વિકાસમાં ટાર્ગેટેડ રીતે ભાગ લેવા માટેનો માર્ગ મળી શકે. આ ફંડને પોર્ટફોલિયો માટે સરળ અને પારદર્શક બિલ્ડિંગ બ્લોક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી રોકાણકારો ભારતની નાણાંકીય ઇકોસિસ્ટમની લાંબા ગાળાની વૃદ્ધિ સાથે પોતાને જોડી શકે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)